વલ્લભવિદ્યાનગર સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ, જિલ્લા શાખા માં જિલ્લા તથા બહારથી કોલેજના અભ્યાસ અર્થે આવતા દીકરા દીકરીઓને મફત રહેવા જમવા સાથે વિવિધ પ્રકારની તાલીમ પૂરી પાડવાનું કામ કરવામાં આવે છે. જેમાંથી એક 22 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ દિકરી જયશ્રી સોલંકી ના લગ્ન તા-22/4/2023 ના રોજ સંસ્થાના દાતા ગોવિંદભાઈ પ્રજાપતિ (જીવનદીપ સોસાયટી, આણંદ,જેઓ દર ગુરુવારે પોતાના નિવાસ્થાને સંસ્થા ના પ્રજ્ઞાચક્ષુ બાળકો ને ભોજન ની વ્યવસ્થા પૂરી પડે છે) ના સહયોગથી ધામધૂમથી કરાવી આપવામાં આવ્યા .લગ્ન પ્રસંગે જીવન જરૂરી તમામ ભેટ સામગ્રી સાથે પોતાની દીકરીનું કન્યાદાન કરતા હોય તેમ ભાવપૂર્વક આ પરિવારે સમગ્ર વ્યવસ્થા કરી. અંદાજે 500 વ્યક્તિના સમારોહ સાથે ધામધૂમથી પ્રસંગ ઉજવ્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના અન્ય દાતાઓ દ્વારા પણ ઘણી ભેટ સામગ્રી દીકરીને પ્રાપ્ત થઈ હતી.સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલના જણાવ્યા મુજબ આ પ્રસંગે પ્રાપ્ત થયેલ રોકડ દાન ની બચત દીકરીના નામે ફિક્સ કરી આપવામાં આવશે. કન્યાદાનનો આ પુણ્ય લાભ લેવા સંસ્થા પરિવાર શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ નો સમગ્ર પરિવાર, દીકરી તથા દીકરાના સગા વહાલા તેમજ સંસ્થાના દાતાઓ હાજર રહ્યા હતા. શ્રીમતી ભારતીબેન પટેલ (જાગૃતિ મહિલા સમાજ), સોનલબેન પટેલ( ધારા ફૂડ્સ), હરિભાઈ પટેલ(ઋણ કન્યાશાળા), ઠાકોરભાઈ પટેલ (પરમાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ) દીપનભાઈ પટેલ( કાઉન્સિલર આણંદ મ્યુનિસિપાલટી) તીર્થ દવે (દવે સેનેટરી), કૃણાલ શાહ( ક્રિડા ભારતી, આણંદ સેક્રેટરી )સુમીબેન પટેલ ( બીજલ ફાઉન્ડેશન, કરમસદ) મહેન્દ્રભાઈ પટેલ( પ્રમુખ એન.એ બી) ,ડો.મેઘાબેન જોશી( ઉપપ્રમુખ એન.એ.બી ) રંજનબેન વાઘેલા( ટ્રસ્ટી, એને.એ. બી), જીતુભાઈ રાસધારી ,જાગૃતીબેન પટેલ, કાજલબેન રાવ ,મોનાબેન મોટવાની વગેરે હાજર રહયા હતા.
સંસ્થાની સંગીત ટીમ દ્વારા લગ્ન ગીત ની રમઝટ તથા પ્રસંગિક વિવરણ સૌ માટે ખૂબ આકર્ષક રહ્યું
આગલા દિવસે સંસ્થા માં પીઠી ,મહેંદી તેમજ મંડપ મુહર્ત પણ કરવા માં આવ્યું અને સંસ્થા ના કર્મચારીઑ એ કુટુંબીજ્ન ના લગ્ન હોય તે રીતે દીકરી ના લગ્ન માં કાર્ય કરી ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રીમતી મનીષાબેન સોલંકીએ દુલ્હન માટે મહેંદી તેમજ બ્યુટીપાર્લર વર્ક તેમજ ડિમ્પલ પટેલ ધ્વારા દુલ્હન ને તૈયાર કરવાની સેવા પૂરી પાડી હતી. ફોટોગ્રાફી માટે યશવંત પટેલ ધ્વારા સેવા મળી હતી. રાષ્ટ્રીય અંધજન મંડળે આ રીતે લગ્નનો પ્રથમ પ્રસંગ કરેલ છે અને ભવિષ્યમાં પણ ઘણા પ્રજ્ઞાચક્ષુ તથા વિકલાંગ સમાજના યુગલો માટે પારિવારિક પ્રેમ સાથે આયોજિત કરવા માટેનું પ્રથમ ચરણ છે તેમ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ જણાવ્યુ હતુ.
Other News : આંગળી પર મતદાન કરેલ નિશાન જોઈને દવાના બિલો પર મળશે ૭ ટકા છૂટ : આણંદ કેમિસ્ટ એસોસિએશનની જાહેરાત