Charotar Sandesh
ગુજરાત

ભવિષ્યની પેઢી શિક્ષિત બને તે જરૂરી છે. હવેનો યુગ શિક્ષણનો યુગ છે : વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગાંધીનગર : શૈક્ષણિક સંકુલનું ભૂમિપુજન વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભવિષ્યની પેઢી શિક્ષિત બને તે જરૂરી છે. હવેનો યુગ શિક્ષણનો યુગ છે. દરેક ક્ષેત્રે શિક્ષણની જરૂર પડવાની છે. રબારી સમાજ માટે શિક્ષણનું ભવન નિર્માણ થઇ રહ્યું છે તે બદલ અભિનંદન. આ ભવન રબારી સમાજના શિક્ષણ અને ઉત્થાનનું કેન્દ્ર બનશે. કૃષ્ણ ગાયો ચરાવતા હતા તેમનો સમાજ આજે એકઠો થયો છે. ગાયની પીજા આ સમાજની પરંપરા છે, જેના થકી આજે સમાજ આગળ વધી રહ્યો છે. રાજા મહારાજાના ખાનગી સંદેશા જીવના જોખમે રબારી સમાજ પહોંચાડતો હતો. ગાય-ગંગા-ગીતા માટે પોતાના જીવનું બલિદાન આપવા આ સમાજ તત્પર રહ્યો છે.

મુખ્યમંત્રીએ રબારી સમાજની શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા વાળીનાથ ગાદીપતિ બળદેવગીરી મહારાજને આ પ્રસંગે યાદ કર્યા હતા

તેમણે કહ્યું કે, જ્યારે જરૂર પડી ત્યારે તેમના આશીર્વાદ મળ્યા છે. માલધારીનું કેડીયુ પાઘડી અને લાકડી ઓળખ છે.હવે સમાજ લાકડીથી કલમ તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાત બધા સમાજને સાથે લઇ આગળ વધવા માંગે છે. પાંચ વર્ષ અગાઉ અમે નિર્ણય કર્યો હતો કે, તમામ સમાજ, જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર ઉઠી ગુજરાતને એક કરીને આગળ વધીશું. તમામ સમાજે સાથ આપ્યો છે. સરકાર બધા સમાજના ઉત્થાન માટે તટસ્થતાથી કામ કરે છે. જે સમાજમાં શિક્ષણની જરૂર છે તે સમાજ આગળ આવતો હોય તે જરૂરી છે. રબારી સમાજની દીકરીઓ પણ ભણીગણીને ડોક્ટર બને. જો રબારી સમાજ શિક્ષણ પર ધ્યાન આપશે તે ગુજરાતના કોઇ ખૂણામાં શિક્ષણનો દિપક હોલવાશે નહિ.

આ પ્રસંગે રબારી સમાજના સંતો-મહંતો, ધારાસભ્યો, અધિકારીઓ, સામાજિક આગેવાનો અને દાતાઓ હાજર રહ્યા હતા. ૨૧ કરોડના ખર્ચે આ સંકુલ આકાર પામશે. જેમાં એક ઓડિટોરીય, ચાર લાઇબ્રેરી, બે કમ્પ્યુટર રૂમ, ૧૪૮ વિદ્યાર્થી રૂમ બનાવવામાં આવશે. રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રેક્ટ શૈક્ષણિક સંકુલનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરાયુ હતું.

Other News : ગુજરાતના આ વિસ્તારોમાં ૧૨મી સુધી અતિ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ રહેશે : અંબાલાલ

Related posts

રામ મંદિર માટે મેં મારા પિતાજીનુ શ્રાદ્ધ પણ ખાધું નથી : શિક્ષણમંત્રી

Charotar Sandesh

વડાપ્રધાન મોદી પહોંચ્યા પાવાગઢ : ૫૦૦ વર્ષ બાદ પહેલીવાર આજે પાવાગઢ શક્તિપીઠ પર ધ્વજા લહેરાશે

Charotar Sandesh

સરકારી-ખાનગી બંને શાળાઓમાં પરીક્ષાની એક સમાન પદ્ધતિ લેવાશે…

Charotar Sandesh