Charotar Sandesh
ગુજરાત

આજે કોર કમિટીની બેઠકમાં નવી ગાઈડલાઈન્સ SOP જાહેર કરશે : આ કડક નિયંત્રણો લાગી શકે છે

કોરોનાની ગાઈડલાઈન્સ

મુખ્ય જાહેર સ્થળો પર ભીડભાડના એરિયા-સ્થળો ઉપર ખાસ નિયંત્રણો આવશે : ધો.૧થી૯ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ થઈ શકે છે : લગ્ન સહિતના સમારોહ પણ નિયંત્રણ હેઠળ આવશે

નાઇટ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોની રાત્રે મુદત પુરી, મોલ, મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરાંમાં ૫૦% ક્ષમતા કરી શકે છે

Gandhinagar : રાજ્યમાં કોરોનાના કેસો રફ્તાર ગતિએ વધી રહ્યા છે, ત્યારે આજે ૭ જાન્યુઆરીએ રાત્રે ૧૨ વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની ગાઈડલાઈન્સની સમયમર્યાદા પૂરી થઈ રહી છે ત્યારે સરકાર આજે નવી ગાઈડલાઈન્સ જાહેર કરશે.

હવે આજે સાંજે કોરોના મુદે સતત મોનેટરીંગ કમીટી કરતી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળનારી કોર કમીટીની બેઠકમાં વધુ આકરા નિયંત્રણો આવશે તે નિશ્ચિત છે.

આ બેઠકમાં ધોરણ ૧થી ૮ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવા અંગે તથા રાત્રિ કર્ફ્યૂ સહિતના નવા નિયંત્રણોની ગાઇડલાઇન અંગે નિર્ણય કરવામાં આવશે.

હાલમાં રાત્રે ૧૧ વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાય છે, જેમાં ફેરફાર કરીને આવતીકાલથી રાત્રે ૯ વાગ્યા સુધી જ ચાલુ રહેશે, એવી SOP બની શકે છે, સાથે જ ૮ મહાનગરમાં ૯ વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રહેશે.

Other News : હવે કોવિડ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલીસીમાં ઓમિક્રોનની સારવારનો ખર્ચ કવર થશે : કેન્દ્ર સરકાર

Related posts

જૂનાગઢ ગિરનાર રોપ-વેની ટિકીટનો ભાવ ઘટાડી રૂ. ૭૦૦ કરાયો…

Charotar Sandesh

રામ મંદિર ભૂમિપૂજનમાં રાજ્યના ૭ સંતો-મહંતો અયોધ્યા જવા રવાના…

Charotar Sandesh

આનંદો : વિદ્યાર્થીઓને રાહત, સોમવારથી ઓનલાઇન શિક્ષણ શરૂ…

Charotar Sandesh