Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જિલ્લાના આ પોલીસ સ્ટેશનમાં ચોરી : સ્ટ્રોંગ રૂમમાં રહેલ ગાંજાની ચોરી થતાં ચકચાર

વિરસદ પોલીસ મથક

આણંદ : જિલ્લામાં પોલીસને પડકાર ફેંકતા હોય તેમ તસ્કરોએ ચોરી કરતાં ચકચાર મચી છે, જેમાં બોરસદ તાલુકાના વિરસદ પોલીસ મથકમાં કબ્જે કરાયેલ ગાંજાના મુદ્દામાલની ચોરી થતા અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે વિરસદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાંથી ચોરી કરી ભાગી જતા તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે

મળતી માહિતી અનુસાર, જિલ્લાના બોરસદ તાલુકાના વિરસદ ગામમાં પોલીસ મથકમાંથી ૪ વર્ષ અગાઉ કબ્જે કરાયેલ ગાંજાના મુદ્દામાલની ચોરી થતા આશ્ચર્ય સર્જાયું છે.

વિરસદ પોલીસ મથક કમ્પાઉન્ડમાં આવેલ રૂમના પાછળની બારીના લોખંડના સળિયા ખેંચી વર્ષ ૨૦૧૮ માં કબ્જે કરાયેલ પ્રથમ થેલીમાંથી ગાંજો ૩૪ કિલો ૨૯૦ ગ્રામ કિંમત રૂપિયા ૨,૦૫,૭૪૦, અને બીજી થેલીમાં ગાંજો ૩૬ કિલો ૩૯૦ ગ્રામ કિંમત રૂપિયા ૨,૧૮,૩૪૦/ તેમજ ત્રીજી થેલીમાં ગાજો ૩૩ કિલો ૯ ગ્રામ કિંમત રૂપિયા ૧,૯૮,૫૪૦ મળી કુલ ૧૪૪ કિલો અને ૧૮૦ ગ્રામ ગાંજો કુલે કિંમત ૮,૬૦,૨૨૦/ નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયેલ.

આ અંગે વિરસદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શોભનાબેન વાઘેલા ફરિયાદી બની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Other News : દીપોત્સવી પર્વની ઉજવણીમાં તિથિઓના સમયમાં ફેરફાર રહેતા લોકોમાં ભારે દ્વિધા, હવે જુઓ સમય-વિધિવિધિ

Related posts

નડિયાદમાં પતંગની દોરીએ એક ૨૫ વર્ષીય યુવતીનો ભોગ લીધો : ચાઈનીઝ દોરીથી ગળું કપાયું

Charotar Sandesh

આણંદ : પીપળાવ સીમમાં ૫૯.૮૪ લાખની આંગડીયા પેઢીની લૂંટનો ભેદ ઉકેલાયો : ૩ની ધરપકડ

Charotar Sandesh

આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના એક મહિના દરમિયાન ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો

Charotar Sandesh