Charotar Sandesh
ગુજરાત

આજે સાંજે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થશે, જુઓ વિશેષ

શતાબ્દી મહોત્સવ

શાસ્ત્રોક્તવિધિ દ્વારા થશે મહોત્સવનું ઉદ્‌ઘાટન : ૩ હેલિકોપ્ટરથી ભવ્ય પુષ્પવર્ષા કરાશે

આ કાર્યક્રમમાં ૩ લાખ એનઆરઆઈ આવશે

અમદાવાદ : સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી અમદાવાદના ઓગણજ ખાતે ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે, આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે ૬૦૦ એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવેલ છે, આજે પીએમ મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થશે, સાંજના ૫થી ૭.૩૦ વાગ્યા સુધી ઉદઘાટન સમારોહ ચાલશે.

શતાબ્દી મહોત્સવમાં 3 લાખ NRI આવશે, તમામ ફાઇવ સ્ટાર, ફોર સ્ટાર હોટેલના 20 હજાર રૂમ બુક થઈ ગયા

ધોરણ-6 પાસ સ્વામીએ કોમ્પ્યુટર અને એક્સપર્ટ વિના જાતે કાગળ પર પેન્સિલથી ડિઝાઇન દોરીને તૈયાર કરી

PM મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવની શરૂઆત કરાશે, પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને નવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઉપસ્થિત્‌ રહેશે, દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરાશે.

Other News : ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં ૧૦ મંત્રીઓના નામ કપાયા, માત્ર એક મહિલાને સ્થાન, જાણો લિસ્ટ

Related posts

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૧૧ તાલુકામાં મેઘમહેર…

Charotar Sandesh

લોકોનો પ્રશ્ન : સામાન્ય લોકો પાસે કડકાઈથી દંડ લેતી પોલીસ આવા મુદ્દે ચુપ કેમ?

Charotar Sandesh

હાર્દિક પટેલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ચહેરો બનશે…?

Charotar Sandesh