Charotar Sandesh
ગુજરાત

UKના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાત પ્રવાસે આવ્યા : અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાયું

UKના વડાપ્રધાન બોરિસ જોન્સન

અમદાવાદ : ગુજરાતમાં દેશના પીએમની સાથે હવે વિવિધ ત્રણ દેશોમાં વડાપ્રધાન પણ પ્રવાસે છે, ત્યારે હવે પોલિસ તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

આજરોજ અમદાવાદ એરપોર્ટ ખાતે પધારેલ ગુજરાત પ્રવાસે આવેલ યુનાઇટેડ કિંગડમના પીએમ બોરિસ જોન્સન (PM boris johnson) નું રાજ્યપાલ અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે. જે દરમ્યાન પીમે બોરીસ જૉનસન (PM boris johnson) નું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયેલ ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક પ્રોગ્રામો પ્રદર્શિત કરાયા હતા.

વધુમાં તેઓ એરપોર્ટથી હોટલ હયાત રિજન્સી ગયેલ, જે બાદ તેઓ ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા છે, ત્યાં ભવ્ય રોડ શો યોજાયો હતો

અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત માટે પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટ પરમાર , સીએમના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ડીજીપી આશિષ ભાટિયા, કલેકટર સંદીપ સાંગલે અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Other News : એક્ટર અલ્લુ અર્જુને કરોડોની તમાકૂની એડને ઠુકરાવી દીધી : અક્ષયકુમારે એડ કરતાં ટ્રોલ થયો

Related posts

સીએમ ભુપેન્દ્ર પટેલની પ્રચંડ જીત : ઘાટલોડિયા વિધાનસભા બેઠક ઉપરથી ભાજપે જીત હાંસલ કરી

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માર્ગદર્શિકા જાહેર, કોરોનામાં ખાસ વ્યવસ્થા…

Charotar Sandesh

રાજ્યના ભાવનગર અને સુરેન્દ્રગરમાં બર્ડ ફ્લુનો ખતરો…

Charotar Sandesh