Charotar Sandesh
ગુજરાત

સુરત : ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસનો આજે ચુકાદો આવશે : આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરાયો

ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ

સુરત : શહેરમાં ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસનો આજે ચુકાદો આવશે, જેમાં સૌ કોઈની નજર રહેવાની છે. ત્યારે આરોપી ફેનિલને કોર્ટમાં લઈ જવાયો છે. ગત ૧ર ફેબ્રુઆરીના દિવસે સુરતના પાસોદરા વિસ્તારમાં જાહેરમાં દીકરી ગ્રીષ્માની ગળુ કાપી હત્યા કરવાના ગુનામાં આરોપી ફેનિલ સામે ૬ એપ્રિલના રોજ દલીલો પૂર્ણ કરાઈ હતી. આ કેસમાં અગાઉની મુદ્દત ૧૬ એપ્રિલે આરોપીના વકીલ હાજર ન રહેતા ચુકાદો ટળ્યો હતો, જે બાદ આજરોજની નવી તારીખ અપાતા ચુકાદો જાહેર કરવામાં આવશે.

28 ફેબ્રુઆરીથી આ કેસમાં ચાલતી હતી સુનાવણી

વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસમાં દીકરી ગ્રીષ્મા હત્યા કેસમાં ૧૯૦ સાક્ષીમાંથી ૧૦૫ સાક્ષીની જુબાની લેવામાં આવેલ, જે દરમ્યાન ૮૫ સાક્ષીઓને ડ્રોપ કરાયા હતા. જે બાદ સરકાર પક્ષ તરફથી ક્લોઝિંગ અપાયું હતું. જેને લઈ આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવાયું હતું. બાકીની કેસની કાર્યવાહી બાદ કેસનો ચુકાદો સંભાળવામાં આવશે.

Other News : UKના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાત પ્રવાસે આવ્યા : અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરાયું

Related posts

કોરોના ઇફેક્ટ : રેલ્વેનો નિર્ણય, મુસાફરોને ડિસ્પોઝેબલ ટુવાલ અપાશે…

Charotar Sandesh

કોરોના સામે સજાગ થાઓ,નહીં તો આંકડો લાખોમાં જશે : વિજય નહેરા

Charotar Sandesh

રાજ્યમાં મોટા ભાગની નદીઓ પ્રદૂષિત, સાબરમતી હવે જીવલેણ બનશે…

Charotar Sandesh