ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ના ૧૮૨ બેઠકો ઉપર બે તબક્કામાં મતદાન થયું હતું, જેમાં ૧ ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો અને પ ડિસેમ્બરે બીજા તબક્કામાં ૯૩ બેઠકો ઉપર મતદાન થયું હતું, ત્યારે આજે ૮ ડિસેમ્બરે મતગણતરી શરૂ થઈ છે, ત્યારે ગુજરાતમાં કોણ સત્તામાં બેસશે ? તે નક્કી થશે, ત્યારે ભાજપ પક્ષ સૌથી આગળ ચાલી રહ્યો છે.
ત્યારે હાલના સીએમ અને ઘાટલોડિયા વિધાનસભા બેઠક ઉપર ભુપેન્દ્ર પટેલની પ્રચંડ જીત થઈ છે, ત્યારે ઉમેદવાર ભુપેન્દ્ર પટેલે મોટી લીડ સાથે જીત હાંસલ કરી છે, ત્યારે આગામી ૧૧ ડિસેમ્બરે સરકારનું મંત્રીમંડળ નક્કી થશે તેમ માહિતી મળી રહી છે.
બીજી તરફ જમાલપુર ખાડિયામાં કોંગ્રેસના ઈમરાન ખેડાવાળાની ભવ્ય થઈ છે, ત્યારે પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા ૩૦૦૦ મતોથી આગળ છે.
Election PARTY | LEADING | WON | Total |
---|---|---|---|
BJP | 138 | 14 | 152 |
CONG | 19 | 1 | 20 |
AAP | 6 | 0 | 6 |
OTH | 4 | 0 | 4 |
Other News : આણંદ જિલ્લા વિધાનસભા ચુંટણી પરિણામ : જુઓ કોણ આગળ અને કોણ પાછળ ? ૧૧ વાગ્યા સુધીની અપડેટ