મુંબઈ : કોહલીએ સુકાની તરીકે ઇંગ્લેન્ડમાં ત્રીજી ટેસ્ટ જીતી છે જે ભારતીય સુકાની તરીકે સર્વાધિક છે. ઇંગ્લેન્ડ સામે સુકાની તરીકે કપિલે બે ટેસ્ટ જીતી હતી. આ ઉપરાંત ધોની, દ્રવિડ, ગાંગુલી અને વાડેકરે એક-એક ટેસ્ટ જીતી હતી.
ભારતના અન્ય ૧૦ સુકાની ઇંગ્લેન્ડમાં એક પણ ટેસ્ટ જીતી શક્યા નથી. ભારતીય પેસ બોલર જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટના પાંચમા દિવસે ઓલી પોપને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ વિકેટ પૂરી કરી હતી. આ સાથે તેણે કપિલ દેવની ફાસ્ટેસ્ટ ૧૦૦ વિકેટના રેકોર્ડને બ્રેક કર્યો હતો.
બુમરાહે માત્ર ૨૪ ટેસ્ટમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો છે, કપિલે ૨૫ મેચમાં, ઇરફાન પઠાણે ૨૮ મેચમાં તથા મોહમ્મદ શમીએ ૨૯ ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટમાં એક રસપ્રદ રેકોર્ડ નોંધાયો હતો. બંને ટીમના કુલ ચાર બેટ્સમેનો વિરાટ કોહલી, રોરી બર્ન્સ, ક્રિસ વોકિસ અને રિષભ પંત ૫૦-૫૦ રન બનાવીને આઉટ થયા હતા. અત્યાર સુધી રમાયેલી કુલ ૨૪૩૩ ટેસ્ટમાં પ્રથમ વખત એક જ મેચમાં ચાર બેટ્સમેનો એક સરખા સ્કોરે આઉટ થયા હોય તેવો આ પ્રથમ બનાવ બન્યો હતો.ભારતે ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ૧૫૭ રનથી હરાવીને પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. આ રીતે હવે ભારત શ્રેણી ગુમાવશે નહીં તે સુનિશ્ચિત થઇ ચૂક્યું છે.
ભારતે આપેલા ૩૬૮ રનના ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડનો બીજો દાવ ૨૧૦ રનમાં સમેટાઇ ગયો હતો
યજમાન ટીમ તરફથી ઓપનર હસીબ હમીદે સર્વાધિક ૬૩ રન બનાવ્યા હતા. રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારત માટે ઉમેશ યાદવે ૬૦ રનમાં ત્રણ, બુમરાહે ૨૭ રનમાં બે, શાર્દુલ ઠાકુરે ૨૨ રનમાં બે તથા જાડેજાએ ૫૦ રનમાં બે વિકેટ ખેરવી હતી.
Other News : રોહિત શર્માની રેકોર્ડ બ્રેકિંગ સદી, ભારત મજબૂત સ્થિતિમાં