Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આણંદ ખાતે ગૃહ રાજય મંત્રીએ સાયકલોથોનને પ્રસ્થાન કરાવ્યું હતુ

ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવી

આણંદ ખાતે e-FRI લોન્ચીંગ અને જાગૃતિ સેમિનાર તથા ઓનલાઈન ક્વિઝનો ઈ-લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં લોન્ચ કરવામાં આવેલ e-FRI એપના માધ્યમથી રાજયના નાગરિકોને પોલીસ વિભાગની વધુ સારી સેવા – વ્યવસ્થાનો લાભ મળશે – ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી

આણંદ : ગુજરાતના ગૃહ રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે સરદાર પટેલ મેમોરીયલ હોલ, કરમસદ ખાતે યોજાયેલા e-FRI લોન્ચીંગ અને જાગૃતિ સેમિનાર તથા ઓનલાઈન ક્વિઝના ઈ-લોન્ચીંગ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતુ કે, અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત પોલીસ દ્વારા રાજયના નાગરિકોને પોલીસની વિવિધ સેવાઓનો સરળતાથી લાભ મળી શકે તે માટે e-FRI એપ લોન્ચ કરવામાં આવી છે.

આ એપના માધ્યમથી ગુજરાતના નાગરિકો પોલીસ સ્ટેશન ગયા વિના તેમની મોબાઈલ – વાહન ચોરી જેવી ફરિયાદ ઘરે બેઠા આ એપના માધ્યમથી કરી શકશે. જેના પરિણામે નાગરિકોની સમય – શક્તિ બચશે એટલું જ નહી પરંતુ પોલીસ કર્મીઓનો સમય પણ બચશે અને નાગરિકોને પોલીસ વિભાગની વધુ સારી સેવા – વ્યવસ્થાનો લાભ પણ મળશે.

ગૃહ રાજય મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ગુજરાતના નાગરિકોની વાત હોય કે મહિલાઓની સુરક્ષાની વાત હોય કે પછી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટેની બાબત હોય આ તમામ બાબતોમાં ગુજરાત પોલીસ ખૂબ મજબૂતાઈથી કાર્ય કરી રહી છે.

કાર્યક્રમના પ્રારંભમાં મંત્રીશ્રીએ સરદાર પટેલ મેમોરીયલ હોલ ખાતેની સરદાર પટેલની પ્રતિમા અને વિઠ્ઠલભાઇ પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. 

આ પ્રસંગે ધારાસભ્યશ્રી મયુર રાવલ, જિલ્લા કલેકટરશ્રી મનોજ દક્ષિણી, અમદાવાદ રેન્જ આઈ.જી.પી. શ્રી વી. ચંદ્રશેખર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલીન્દ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અજીત રાજીયાન, અગ્રણીઓ સર્વશ્રી વિપુલ પટેલ,  દિલીપભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, અંબાલાલ રોહિત, અધિકારી – પદાધિકારીશ્રીઓ, સાયકલોથોનમાં ભાગ લેનાર યુવક-યુવતીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયાં હતા.

Other News : “હર ઘર તિરંગા” અભિયાન આણંદ જિલ્લાની ૧૧ નગરપાલિકાઓમાં ૬૫,૫૦૦ તિરંગાની ફાળવણી

Related posts

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ આણંદમાં કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવ્યો

Charotar Sandesh

આણંદ : સવારના ૧૦ વાગ્યા સુધી જુઓ કેટલા ટકા થયું મતદાન, બુથ ઉપર મતદાતાઓની લાંબી કતારો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં સૌપ્રથમવાર પ્લાઝમાં ડોનેશન કેમ્પ યોજાયો : ૨૮ જેટલાં વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યું…

Charotar Sandesh