વડતાલ : ખેડા જિલ્લાના વડતાલ ધામમાં શનિવારે તા.પ મી. ફેબ્રુઆરીના રોજ ૧૯૬મી શિક્ષાપત્રી જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, સાથે સાથેવડતાલ મંદિરનાશ્રી બ્રહમાનંદસ્વામીની રપ૦ મી જન્મજયંતી અને કવિસમ્રાટ સ.ગુ.શ્રીનિષ્કુળાનંદસ્વામીની રપ૬મી“જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં શા.શ્રી ગુણસાગર દાસજી સ્વામી (વિરસદવાળા) એ શિક્ષાપત્રી કથા અને શિક્ષાપત્રી પઠન કયું હતું.
વડતાલ સભામંડપમાં હરિભકતોએ કથામૃતનું રસપાન તથા શિક્ષાપત્રી પઠન કરી ધન્યતા અનુભવી હતી
આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આર્શીવચન પાઠવતાં જણાવ્યુ હતુ કે સ્વા.સંપ્રદાયમાં વસંતપંચમીનો મોટો મહીમા રહયો છે.આ મંગલદિને સંપ્રદાયના અજોડ ગં્રથ શિક્ષાપત્રીનો વડતાલ મધ્યે હરિમંડપમાં પ્રાદુર્ભાવથયો હતો. શિક્ષાપત્રી જીવમાત્રને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિધ્ધી કરાવનાર ગં્રથ છે. સંપ્રદાયના તમામ આશ્રીતોની આચારસંહીતા છે.જે ધરમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપાસનાનું અનુસંધાન રહે છે. એ ધરમાં“સદા વસંત છે.શ્રીહરિએ લખેલ શિક્ષાપત્રીના જ્ઞાનનો પ્રકાશ તમારા જીવનમાં આધ્યાત્મિક સુખ“અને સમુધ્ધિની વસંત લાવે તેવી વડતાલવિહારી શ્રીહરિકૃષ્ણ મહારાજના ચરણકમળમાં હાર્દિક“પ્રાર્થના સહ ભગવાન સૌનું મંગલ વિસ્તારે તેવા આશીષ પાઠવ્યા હતાં.
આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા અન્ય સંતોએ પ્રાસંગીક“ઉદબોધન કયું હતું. આ સમગ્ર મહોત્સવમાં મહારાષ્ટ્ર પુણેના (મહોળેલ-અલિન્દ્રાના) શૈલેષકુમાર રાવજીભાઈ પટેલે પુત્ર હિરેન તથા પુત્ર અક્ષજન્મદિવસ નિમિતે યજમાન હતાં.“સભામંડપમાં સંતો તથા હરિભકતોએ શિક્ષાપત્રી પૂજનનો લાભ લીધો હતો. જયારે અક્ષરભુવન“પાછળ આવેલ શ્રીશિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.શિક્ષાપત્રી“યજ્ઞના યજમાન નિવૃતજજ અશોકભાઈ એલ. દવે હતાં. તેઓ છેલ્લા પ૦ વર્ષથી શિક્ષાપત્રી યજ્ઞનો લાભ લેતાં રહયાં છે.
યજ્ઞવિધિ પુરોહીત ધીરેનભાઈ ભટેૃ કરાવી હતી.આ પ્રસંગે સંતોએ“પૂજન સાથે શિક્ષાપત્રી યજ્ઞનો આરંભ કરાવ્યો હતો. સત્સંગ બહેનોએ સવારે ૭ થી સાંજના ૭“વાગ્યા સુધી હરિમંડપમાં શ્રીહરિના દર્શન કરી શિક્ષાપત્રી પાઠનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામસ્વામીએ કર્યુ હતું.
Other News : વલ્લભ વિદ્યાનગરના સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેનેટની યોજાયેલ ચુંટણી બાદ પરિણામ જાહેર કરાયું