Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સ્વરસામ્રાજ્ઞી લતાજીનું નિધન થતાં ચાહકો શોકાગ્રસ્ત : નડિયાદ રેલવે સ્ટેશને ત્રિરંગો અડધી કાઠીએ ફરકાવાયો

સ્વરસામ્રાજ્ઞી લતાજી

સ્વરસામ્રાજ્ઞી લતાજીનું નિધન થતાં સમગ્ર ચરોતરમાં સંગીત અને લતાજીના ચાહકોએ દુઃખ વ્યક્ત કર્યું

નડિયાદ : સ્વરસામ્રાજ્ઞી લતાજીનું આજે ૯૨ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થતાં સમગ્ર દેશ શોકમગ્ન બન્યો છે. સવારે ૧૦ વાગ્યાની આસપાસ નિધન થતાં વાયુવેગે આ સમાચાર સમગ્ર દેશમાં પ્રવર્તતા તેમના ચાહકો તથા સંગીત પ્રેમી લોકો શોકાગ્રસ્ત થયા છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં સંગીત અને લતાજીના ચાહકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય શોક જાહેર કરાતાં રાષ્ટ્રીય ધ્વજ પણ અડધી કાઠીએ ફરકાવાયો આવ્યો છે. આ રાષ્ટ્રીય શોકના પગલે નડિયાદમાં રેલવે સ્ટેશને પાસે ૨૪ કલાક રહેલાતો ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો છે. આ સાથે કેટલાક સંગીત પ્રેમી લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

Other News : ભારતનો સુર અનંતમાં વિલીન : 92 વર્ષની વયે લતા મંગેશકરે લીધા અંતિમ શ્વાસ, દેશભરમાં શોકનો માહોલ

Related posts

વિવાદિત હોટલ Blue ivyને હાઈકોર્ટના આદેશ બાદ અવકુડા અને પાલિકાની ટીમ દ્વારા સીલ કરાઈ

Charotar Sandesh

આણંદ જિલ્લાના ઈતિહાસમાં સૌપ્રથમવાર એક સાથે ૩૦ ખેલાડીઓ નેશનલ ગેમમાં સીલેક્ટ થયા…

Charotar Sandesh

એજન્ટ થકી દુબઈના શારજહામાં ગયેલ આણંદ-વડોદરાના યુવતી-યુવકો ફસાયા : સાંસદ દ્વારા પ્રયાસો શરૂ

Charotar Sandesh