Charotar Sandesh
ગુજરાત ચરોતર

કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ અને ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રજાની સેવામાં સમર્પિત

મંત્રીશ્રીઓ ના હસ્તે કઠલાલ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ટાઉનહોલ (નગરપાલિકા) તથા 5 ગ્રામ પંચાયતોનું લોકાર્પણ કરાયું

4 કરોડ અને 58 લાખના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 2 કરોડના ખર્ચે ટાઉનહોલ અને 79 લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયતોનું લોકાર્પણ કરવામાં આવ્યું

Other : USA : રૉબિન્સવિલ ન્યૂજર્સીમાં હિન્દુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યના અભૂતપૂર્વ સંગમ સમા ભવ્યાતિભવ્ય BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું શાનદાર ઉદ્ઘાટન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ અને કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રીશ્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે કઠલાલ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ટાઉનહોલ (નગરપાલિકા) તથા કુલ 05 ગ્રામ પંચાયતોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમા 4 કરોડ અને 58 લાખના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 2 કરોડના ખર્ચે ટાઉનહોલ અને 79 લાખના ખર્ચે કુલ 05 ગ્રામ પંચાયતોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉપરાંત પ્રસુતિ માટે ઉત્તમ કામગીરી કરવા બદલ મેડિકલ ઓફિસર ડો. જતીન માલવણીયાનું સન્માન કરવામાં આવ્યું અને PMJAY ના 09 લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. 05 નવીન ગ્રામ પંચાયતોમાં ગોગજીપુરા, અરાલ, ગંગિયાલ, નારપુરા – મડાદરા અને કાલેતરનો સમાવેશ થાય છે.  

         આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય વિકાસ કાર્યોની કઠલાલ શહેરના તમામ નાગરિકોને શુભેચ્છા આપી હતી તથા પ્રસૂતિમાં વિશેષ સેવા બદલ તાલુકા હેલ્થ ઓફિસર ડો.જતીન માલવણીયાના કાર્યને બિરદાવ્યું હતું. ઉપરાંત કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલાએ કપડવંજમાં થયેલ વિકાસકાર્યોની માહિતી આપી હતી અને કઠલાલ ખાતે નવા બનેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મહત્તમ લોકોને લાભ લેવા અપીલ કરી હતી.

           આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર કે.એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, કપડવંજ પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, અમદાવાદ વિભાગીય અધ્યક્ષ ડૉ.સતીશ મકવાણા, ડૉ. વિનીત મિશ્રા, જિલ્લા ખેતીવાડી અધિકારી દિપકભાઈ રબારી, સી.ડી.એચ.ઓ ધ્રુવે, આગેવાન અજયભાઈ બ્રહ્મભટ્ટ, કઠલાલ નગરપાલિકા પ્રમુખશ્રી, કઠલાલ નગરપાલિકા ઉપપ્રમુખ , કઠલાલ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર સહિત આરોગ્ય અને અન્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા.

Related posts

એક મહિના બાદ ફરી આણંદની શાંતિ-સલામતી ડહોળવાનો પ્રયાસ : આણંદ પોલીસને ફરી અસામાજીક તત્ત્વોની ચેલેન્જ !? જુઓ વિગત

Charotar Sandesh

અમદાવાદમાં દિવસે કર્ફ્યૂ હટતાં જ લોકો બેપારવાહ : જમાલપુર શાકમાર્કેટમાં ટોળે-ટોળા ઉમટ્યાં…

Charotar Sandesh

દિલ્હીથી બહુ દોરીસંચાર ન થાય તો ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે છેઃ માધવસિંહ સોલંકી

Charotar Sandesh