Charotar Sandesh
ગુજરાત

જીટીયુમાં ફોર્મ ભરવામાં કુલપતિએ ‘વેક્સિન’ ફરજીયાત કરતા વિવાદ…

અમદાવાદ : ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં આરએસએસ બ્રેકગ્રાઉન્ડ ધરાવતા કુલપતિઓ સરકાર, ભાજપના નેતાઓને વ્હાલા થવાની હોડમાં પદની ગરિમાને પણ જાળવતા નથી. ગુજરાત સરકાર જાહેરાત કરે તે પહેલાં જ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના કુલપતિ નવિન શેઠે ટ્‌વીટ કરીને વિદ્યાર્થી વેક્સિન લે તે જ પરીક્ષા ફોર્મ ભરી શકે તેવો આદેશ આપતા સર્જાયેલો વિવાદ હવે બંધારણીય અધિકાર સુધી પહોંચ્યો છે. હાલમાં કોરોના પીક ઉપર છે, પરીક્ષાની તારીખોના કોઈ ઠેકાણા જ નથી ત્યારે આ જોહુકમી કેમ ? તે મુદ્દે સોશિયલ મિડિયામાં કુલપતિ ટ્રોલ થઈ રહ્યાં છે.

વેક્સિન લેવા માટે કોલેજ કેમ્પસમાં વ્યવસ્થા, વિદ્યાર્થીઓમાં સાચી સમજણના પ્રોત્સાહનોને બદલે સીધા જ પોતાની અડધા કદની તસ્વીર સાથે જીટીયુ ટ્‌વીટર હેન્ડલથી કુલપતિએ ૧૮ વર્ષથી ઉપરના જે વિદ્યાર્થીએ કોવિડ-૧૯ની વેક્સિન લીધી હોય તે જ વિન્ટર-૨૦૨૧ની પરીક્ષાના ફોર્મ ભરી શકશે એવી જાહેરાત કરી હતી.

એક તરફી અને ઉપરથી થોપી દેવાના તેમના નિર્ણય પાછળ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયા સાથેની સ્પર્ધા કારણભૂત છે. પંડયા પણ સંઘ સાથે જોડાયેલા છે અને તેમને પણ ભાજપના નેતાઓની મહેરબાનીથી બીજી ટર્મ મળી છે ! આથી, બીજી વખત જીટીયુનું કુલપતિપદ મેળવવામાં સફળ રહેલા નવિન શેઠે ગુજરાતમાં સૌથી પહેલાં પોતાની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વેક્સિન આપવા નિર્ણય કર્યાનો જશ ખાટવા ટ્‌વીટ કર્યાનું કહેવાય છે.

ટ્‌વીટર ઉપર નવિન શેઠ સામે પ્રશ્નોની ઝડી વરસી છે. વેક્સિન મુદ્દે નિર્ણય અમારો વ્યક્તિગત રહેશે તેવા સવાલો વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષાની તારીખ પહેલાં પહેલાં ફોર્મ ભરવાની પ્રક્રિયામાં આ શરત કેમ ? ફરજ કેમ પાડો છે ? શું તમને કોઈ લક્ષ્યાંક મળ્યો છે ? જો કે, ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના કુલપતિએ આમાથી સુધી એક પણ સવાલનો જવાબ આપ્યો નથી.

Related posts

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની સુરક્ષામાં કરાયો વધારો, અપાઈ ઝેડ સુરક્ષા…

Charotar Sandesh

પ્રદીપસિંહ જાડેજાનો ઘટસ્ફોટ : ‘કોંગ્રેસનાં ૧૦ જેટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં’

Charotar Sandesh

શ્રી મહાસતિ અનસૂયા માતાજીના મંદિરે અર્પણ કરાયેલ હિરા-માણેક-સોનાના ઘરેણા દર્શનનો કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh