Charotar Sandesh
ગુજરાત

હવે પૂછીશ તો તને પતાવી દઇશ, અહીં માણસને કહીને ઠોકાવી દઇશ : મીડિયાકર્મીને ધમકી…

પુત્રના ૩ સંતાનના વિવાદ મુદ્દે પૂછતા મધુ શ્રીવાસ્તવની મીડિયાકર્મીને ધમકી કહ્યું…

વડોદરા : વડોદરામાં ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ૩ સંતાન હોવાના આક્ષેપ સાથે ઉમેદવારી ફોર્મ રદ્દ કરવાની માગ ઉઠતા વિવાદ ઉભો થયો છે. આ મામલે મીડિયાકર્મીઓએ ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પૂછતા તેઓ ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા અને મીડિયાકર્મીને ધમકી આપતા કહ્યું હતું કે, ’હવે પૂછીશ તો તને પતાવી દઇશ, અહીં માણસને કહીને ઠોકાવી દઇશ. હવે પછી બોલસો કે, મારા પુત્રને ૩ સંતાન છે, તમારી ઉપર દાવો કરીશ અને કેસ કરીશ.
૩ સંતાન નથી બે જ છે, પહેલા જ્યારે ચૂંટણી જીત્યો ત્યારે એક સંતાન હતું, હવે બીજુ છું, ૩ સંતાન છે જ નહીં, તમારી પાસે પ્રુફ હોય તો લાવો. બાકી વાત કરતા પહેલા વિચાર કરજો. જે દાવો કરે છે તેની સામે પણ કેસ કરીશ અને કોર્ટમાં ખેંચી જઇશ. અપક્ષમાં ફોર્મ ભર્યું છે. ચૂંટણી અધિકારી તેનો નિર્ણય કરશે. ૩ નહીં વાઘોડિયા મત વિસ્તારમાં ટોટલ ૪૭ હજાર છોકરાઓ છે એમના. હવે કંઇ કહેવુ છે. મારો પુત્ર એક હજાર ટકા ચૂટણી લડવાનો છે, એમાં કોઇ નવાઇ નથી. આવી રીતે તમે કડવા શબ્દો પૂછો છો, હવે ના પૂછો છો તો સારૂ, નહીં તો બીજી વખત ઉભો પણ નહીં રાખીશ. આટલુ ધ્યાન રાખજો. બીજુ કંઇ પૂછીશ નહીં, નહીં તો અહીં જ તને પતાવી દઇશ, અહીં માણસને કહીને ઠોકાવી દઇશ, આટલુ ધ્યાન રાખજે.
એક વર્ષ પહેલા વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા હતા. આ મુદ્દે મીડિયાકર્મીઓએ સવાલ પૂછતા સંસ્કારી ગણાતા ભાજપના મધુ શ્રીવાસ્તવ મીડિયા કર્મીઓ પર ગુસ્સે થઇ ગયા હતા. અને ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. અને પત્રકારોને માં-બહેનની ગંદી ગાળો દઈ કેમેરા ખેંચ્યા હતા અને હવે ફરીથી મીડિયાકર્મીને પતાવી દેવાની ધમકી આપી છે.

Related posts

અમિત શાહ ગૃહમંત્રી બનતા જ કોંગ્રેસી નેતા હાર્દિક ફફડી ઉઠયોઃ કહ્યું હવે અમારૂ શું થશે…??

Charotar Sandesh

કોરોના કેસો ઘટાડવા તંત્રએ ટેસ્ટિંગ ઓછા કરી લોકો સાથે રમી ગંદી રમત : અમિત ચાવડા

Charotar Sandesh

રાજ્યમાં ભારે વરસાદને લઈ ૨૭ ડેમમાં ૩૫ ટકા નવા નીરની આવક : ભાદર ર ડેમ ઓવરફ્લોની તૈયારીમાં

Charotar Sandesh