આણંદ : ફરી એક વખત એન્ટી કરપ્શન બ્યુરો એ સફળ ટ્રેપ કરી છે, જેમાં આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોમગાર્ડ રૂ. ૭૫૦૦ ની લાંંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતાં લાંચીયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
હોમગાર્ડે દોઢ મહિના પહેલા નોંધાયેલ મારામારીની ફરિયાદ મામલે રૂ. ૭૫૦૦ ની લાંચ માંગી
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં રીક્ષાચાલક પાસેથી વિજય રાઠોડ નામના હોમગાર્ડે દોઢ મહિના પહેલા નોંધાયેલ મારામારીની ફરિયાદ મામલે રૂ. ૭૫૦૦ ની લાંચ માંગી હતી. જે બાદ રીક્ષાચાલકે આણંદ એસીબીનો સંપર્ક કરતાં ટીમે છટકું ગોઠવી હોમગાર્ડને રંગેહાથ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
Other News : આણંદના વિદ્યાનગર ખાતે નલ સે જલ તથા ચીલર પ્લાન્ટનું લોકાર્પણ સી.આર.પાટીલે કર્યું