પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારને લઈ સુરતના રિસ્કી બેઠક વરાછામાં આવ્યાં અને ભવ્ય રોડ શો યોજ્યો : પ્રધાનમંત્રીને આવકારવા રસ્તાઓ મોદી સમર્થકોથી ઉમટી પડ્યા
સુરત : ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈ પ્રથમ તબક્કાની બેઠકોને લઈ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે પીએમ મોદીએ સુરત એરપોર્ટથી ૨૮ કિલોમીટર જેટલો લાંબો રોડશો યોજ્યો હતો, મોટા વરાછા ખાતે સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ ફ્લેશલાઇટથી PM Modi નું સ્વાગત કર્યું હતું.
રોડ શો બાદના ભાષણમાં સુરતના PM Modiએ ભરપેટ વખાણ કર્યા હતાં.આતંકવાદનો મુદ્દો ઉઠાવી કહ્યું કે, લોકોએ આંતકના મુદ્દે સાવધ થવું જોઈએ તેવું હિન્દીમાં ભાષણ ગુજરાતીમાં અટકાવી શરૂ કર્યું હતું. PM મોદીએ ભાષણની શરૂઆતમાં જ કહ્યું કે, રોડ શોનું કોઈ જ આયોજન નહોતું. પરંતુ આજે લોકોનો જનસાગર રસ્તા પર ઉમટી પડ્યો હતો. કોઈ રોડ શોનું આયોજન નહોતું છતાં જનસાગર ઉમટ્યો હતો.જેથી બધાને મળતાં મળતાં આવ્યો છું. હવે મને વિશ્વાસ છે કે, પ્રચંડ બહુમતી આવી જશે. આ વખતે ગુજરાતે બધા જ વિક્રમો તોડવાનું નક્કી કર્યું છે.
આ સાથે બીજી તરફ આ રોડ શોમાં એક વિસ્તારમાં કેજરીવાલ કેજરીવાલના નારાઓ પણ લાગ્યા હતા, જેનો વિડીયો વાયરલ થયો હતો
સુરત શહેરનું આ ઋણ કેવી રીતે ચૂકવીશ તેમ કહેતા PM મોદીએ ઉમેર્યું હતુ કે, સુરતીઓએ કહેલું કે સંભાળી લઈશું. આ દ્રશ્ય જોયા પછી લાગે છે કે, બધુ સંભાળી જ લીધુ છું. હું તો પવિત્ર કાર્યમાં આચમન પુણ્ય લેવા આવ્યો છું.
Other News : ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો : કોંગ્રેસે ભાજપના પત્રને ધોખાપત્ર ગણાવ્યું