આણંદ : જિલ્લા રોજગાર કચેરી દ્વારા આણંદ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી અને નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે આગામી તા.૨૮/૦૩/૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે વલ્લભ વિદ્યાનગરમાં નાના બજાર પાસે નલિની અરવિંદ અને ટી. વી. પટેલ આર્ટસ કોલેજ સામે આવેલ યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર છે.
આ રોજગાર ભરતી મેળામાં આણંદ તથા અન્ય જિલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે
જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના ડિપ્લોમા ડિગ્રી, કોઇપણ અભ્યાસક્રમ સાથે સ્નાતક, અનુસ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે.
વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા આણંદના જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Other News : હોટલમાં જમ્યા બાદ શા માટે અપાય છે વરિયાળી અને સાકર ? જુઓ તેનો ફાયદો