ઉમરેઠમાં આવેલ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સ્કૂલના ચેરમેન વજેસીંગ અલગોત્તર, આચાર્ય શ્રીમતિ પન્નાબેન દરેક વિભાગ ના કૉ.ઑડિનેટર તથા સ્કૂલ ના દરેક શિક્ષક મિત્રોએ સ્કૂલના મંદિરમાં પૂજન કર્યુ હતુ. તેમજ સ્કૂલના વિધ્યાર્થીઓ એ દરેક શિક્ષકોનુ પણ પૂજન કર્યુ હતુ.
પ્રસંગને અનુરુપ ચેરમેન સરે વિધ્યાર્થીઓ ને ઉદબોધન કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન સ્કૂલના શિક્ષક રાખીબેન, સેજલબેન તથા શીતલબેને કર્યુ હતુ.
Other News : મધ્ય ગુજરાતના પાટીદાર સમાજની આત્મચિંતન શિબિર યોજાઇ : લવ જેહાદ, વ્યસન અને પાટીદાર સમાજમાં જેન્ડર રેશિયો અંગે ચર્ચા