Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખેડા : ઠાસરા શોભાયાત્રા પથ્થરમારાની ઘટનામાં આરોપીઓ સામે FIR, ૧૧ની ધરપકડ

ઠાસરા શોભાયાત્રા

ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે શિવજીની શોભાયાત્રા ઉપર હુમલો કરનાર અસમાજિક તત્વોને ત્વરીતના ધોરણે પકડી યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી

નડિયાદ : ખેડા જિલ્લાના ઠાસરામાં શિવજીની નીકળેલી શોભાયાત્રા દરમિયાન લઘુમતી વિસ્તારમાં કોમી છમકલું થતાં વાતાવરણ તંગદિલીભર્યું બન્યું હતું, જે બનાવમાં બે પોલીસ જવાન સહિત એક પીએસઆઈ ઘાયલ થયા હતા, આ ઘટનામાં પોલીસ કાર્યવાહીમાં હાથ ધરાતાં બંને કોમના લોકોએ સામસામે ફરિયાદ નોંધાવી છે, જેમાં ૧૧ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઠાસરા નગરમાં ઇસ્લામિક આતંકી માનસિકતા બેખૌફ બની વિસ્તરી રહી હોવાનું પ્રદર્શિત થઈ રહયું છે. નગરની મદરેસા ઉપરથી પારંપરિક શિવજીની શોભાયાત્રા ઉપર પથ્થર હુમલો થતા સમગ્ર વિસ્તારમાં અશાંતિનો માહોલ ફેલાયો અને કોમી વાતાવરણ તંગ બન્યું હતું. આ હિંસક હુમલા બાબતે ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે ઘટનાની નિંદા કરી હતી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરી હુમલાખોર આરોપીઓને ઝડપથી પકડી લેવા માંગ કરી હતી.હાલ જીલ્લા પોલીસે નગરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.જોકે શહેરમાં હજુ પણ અજંપા ભરી શાંતિ જણાઈ રહી છે.પોલીસે આરોપીઓની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવા પણ કવાયત હાથ ધરી છે.

આ પથ્થરમારાના બનાવમાં વિજયકુમાર શનાભાઈ પરમારે ઠાસરા પોલીસમાં આપેલી ફરિયાદમાં જોઈએ તો, લઘુમતી સમાજના કુલ ૧૭ વ્યક્તિઓના નામજોગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં મહંમદઅબરાર રીયાજુદ્દીન સૈયદ (સભ્ય ઠાસરા નગરપાલિકા), અસ્પાકભાઈ મજીમમીયા બેલીમ, જઈદઅલી મહંમદઅલી સૈયદ, અતિક મલેક, અહદ સૈયદ ઈકો ગાડીવાળો, હારુન પઠાણ, રૂકમુદ્દીન રિયાકતઅલી સૈયદ, ફિરોજ મજીદખાન પઠાણ, ઈદ્રિશ ઉર્ફે કાલુ, નાવેદ, જુનેદ, તનવીર સૈયદ લવલી સ્ટુડિયો વાળો, ફેજાન સૈયદ આઈસર ગાડીવાળો, ફઈમ બેટરી, જાબીરખાન ઇનાયતખાન પઠાણ, ચિકન, અલ્તાફખાન મુક્તયારખાન પઠાણ સહિત આશરે ૫૦ મુસ્લિમ કોમના ટોળાનો સમાવેશ થાય છે.

Other News : હવે શહેરના રસ્તાઓ સ્વચ્છ બનાવવા આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાન હાથ ધરાશે

Related posts

આણંદ ઈન્ડીયન લાયન્સ ક્લબ દ્વારા સેવા ધારીઓનો સન્માન સમારંભ યોજાયો

Charotar Sandesh

આણંદ : રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ વિના મુલ્યેના અનાજ પુરવઠાનું વિતરણ શરૂ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ સાંસદશ્રી મિતેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો…

Charotar Sandesh