Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

હવે શહેરના રસ્તાઓ સ્વચ્છ બનાવવા આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અભિયાન હાથ ધરાશે

આણંદ નગરપાલિકા

રવિવારના દિવસે વ્યાયામ શાળા તળાવ ના ઘાટની આજુબાજુ વિસ્તારમાં, નહેરુ બાગ, વીર સાવરકર પ્રતિમા પાસે સાફ સફાઈ અભિયાન હાથ ધરાશે

સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત આ અભિયાન આગામી ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી યોજાશે. જેમાં કચરા મુક્ત ભારત કચરા મુક્ત ગુજરાત માટે રાજ્ય સરકાર દ્વારા હાકલ કરવામાં આવી છે જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ખાસ ઝુંબેશ હાથ ધરીને સ્વચ્છતા અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે.

તે અંતર્ગત આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એસ.કે ગરવાલે જણાવ્યું હતું કે અમારી નગરપાલિકા વિસ્તારમાં સેનેટરી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત દરરોજ એક માસ સુધી એટલે કે ૧૫મી ઓક્ટોબર ૨૦૨૩ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે જેમાં જુના ST બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન તથા તળાવના ઘાટો ઉપરથી કચરાના નિકાલ કરવાની કામગીરી જાહેર માર્ગ પરથી કચરાના ઢગલા નિકાલ કરવાની કામગીરી તેમજ જાહેર રસ્તા પર પડે ને નિકાલની કામગીરી હાથ ધરાશે.

રવિવાર તા.૧૭ ના રોજ વ્યાયામશાળા તળાવની ઘાટ ની આજુબાજુના વિસ્તારમાં નહેરુ બાગ અને તેની આજુબાજુ નો વિસ્તાર વીર સાવરકરની પ્રતિમા પાસે અને તેની આજુબાજુના વિસ્તારમાં ખાસ સફાઈ કામગીરી સ્વરૂપે હાથ ધરાનાર છે. નગરપાલિકા વિસ્તારમાં આવેલ ટિ્‌વન્સ બીન ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના વાહનો એમઆરએફ સેન્ટર સંપત્તિઓનું સમારકામ પેઇન્ટિંગ તથા સફાઈની કામગીરી હાથ ધરાશે

તા.૧૯ના રોજ ગણેશ મહોત્સવના સ્થળ ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક સુકાભીના કચરા સાફ-સફાઈ બેનર પોસ્ટર લગાવી જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. જાહેર સ્થળો વાણિજ્ય સ્થળો પબ્લિક સ્થળો ઉપર વોલ પેઇન્ટિંગ ની કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત નગરપાલિકા ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા ના સંકલ્પ લેવડાવવામાં આવશે નગરપાલિકા વિસ્તારના જાહેર જળસંગ્રહ સ્થળો પરથી પ્લાસ્ટિક સહિતનો કચરો દૂર કરવા ખાસ ડ્રાઇવ હાથ ધરાવશે. વાણિજ્ય વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ચેકિંગ તથા દંડની કામગીરી કરવામાં આવશે શાળાઓ કોલેજોમાં વિવિધ સ્વચ્છતા અભિયાનો, કચરાનું વિભાજન વિશેનું અભિયાન તેમજ જાગૃતતાની પ્રવૃત્તિ હાથ ધરાશે.

Other News : ફરજ પરના પોલીસ કર્મીઓ યુનિફોર્મ કે નેમ પ્લેટ વિના નહીં ફરી શકે : હાઈકોર્ટમાં સુનાવણી

Related posts

વેટરનરી ડોક્ટર્સે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો, માંગણી નહીં સ્વીકારાય તો આજથી ભૂખ હડતાલ

Charotar Sandesh

શિક્ષણ કાર્યના ૧૦ દિવસ થયા છતાં એનસીઈઆરટીના પુસ્તકોની ઘટ..!!

Charotar Sandesh

ખુલ્લી છતનો તપસ્વી શિક્ષક : ચિખોદરાના શિક્ષકનો ગરીબ, દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવાનો જ્ઞાનયજ્ઞ

Charotar Sandesh