આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડા વચ્ચે ટક્કર જોવા મળી રહી હતી, તમને જણાવી દઈએ કે આણંદ બેઠક પર આ વખતે પાટીદાર વર્સીસ ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે ચૂંટણીમાં સીધી ટક્કર હતી. રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિયો આંદોલનની આંધી આણંદ બેઠક પર પડવાના એંધાણ હતા.
ગુજરાત રાજયની ૨૬ લોકસભા બેઠકના રૂઝાન આવી ગયા છે
ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે આણંદ લોકસભા બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. બન્ને ઉમેદવારો એકબીજાને કડક ટક્કર આપી રહ્યા હતા. ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર વચ્ચે ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ-૩૫૨૭૨૭ મત અને કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા-૨૯૮૮૬૭ મત મળ્યા છે. તેમ છતાં આણંદના ભાજપના ઉમેદવાર ૫૩૮૬૦ મતથી આગળ ચાલી રહ્યા હતા.
Other News : ભારે રસાકસી વચ્ચે ગુજરાત લોકસભા ચૂંટણીનું પરીણામ જાહેર : ભાજપે ૨૫ બેઠક તેમજ કોંગ્રેસે ૧ બેઠકે જીત