આણંદ શહેરના સો ફુટ રોડ પર આવેલા સરવરી હાઈટ્સમાં બિલ્ડીંગના અધૂરા બાંધકામને લઈ લિફ્ટના ખાલી બોક્સમાંથી યુવક પટકાયો હતો
આણંદ : શહેરમાં એક એપાર્ટમેન્ટના પાંચમા માળે લિફ્ટના બોક્સમાંથી એક યુવક નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાની માહિતી મળી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેરના સો ફૂટ રોડ સ્થિત સરવરી હાઈટ્સમાં એક માસ અગાઉ લિફ્ટના ખુલ્લા પેસેજમાંથી પાંચમા માળેથી નીચે પટકાયેલા પોલીસકર્મીના પુત્રનું વીસ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા બાદ મોત નીપજ્યું હતું. આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા ફારૂક મલેકના પુત્ર મહોમ્મદ ફરહાનનું એપાર્ટમેન્ટના પાંચમા માળેથી ગત ૨૭મી ઓગસ્ટે રાત્રે આકસ્મિક રીતે પડી જતાં વીસ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે, અગાઉ તેને આણંદની બે ખાનગી અને ત્યારબાદ કરમસદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. આ બનાવ સંદર્ભે જે તે સમયે આણંદ શહેર પોલીસે ફારૂક મલેકની ફરિયાદના આધારે બિલ્ડર હાજી સીરાઝમીંયા અમીનમીંયા કુરેશી (રહે. કુરેશી મેન્સન, બાકરોલ) મહેબુબમીંયા પીરસાબમીંયા મલેક, અહેસાનમીંયા મુસ્તકીમમીંયા મલેક અને વહીવટદાર અબ્દુલમીંયા મલેક (ત્રણેય રહે. મલેકવાડા મસ્જીદ પાસે બાકરોલ) વિરૂદ્ધ બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધ્યો હતો. જોકે, હજુ તેમની ધરપકડ કરાઈ નથી.
Other News : એસીબીની સફળ ટ્રેપ : ઉમરેઠના નાયબ મામલતદાર ૨.૨૫ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા