Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ કલેક્ટર સસ્પેન્ડ મામલો : અધિક કલેક્ટર કેતકી વ્યાસ સહિત ર આરોપીઓએ કાવતરુ રચ્યું હોવાનું ખુલ્યું

અધિક કલેક્ટર

જમીનની ફાઈલો ક્લીયર કરાવી મલાઈ ખાવાના હેતુથી ગુપ્ત કેમેરાથી વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી કલેક્ટરને આપી હોવાનું ખુલ્યું

આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકે પત્રકાર પરીષદ યોજી ઘટના અંગે માહિતી આપી

આણંદ જીલ્લાના તત્કાલીન કલેકટરશ્રી ડી.એસ.ગઢવી નાઓના વાયરલ થયેલ બિભત્સ વિડીયો બાબતે અહેવાલો મિડીયામાં પ્રસારિત થયેલ હતા. જે અનુસંધાને સરકારી કચેરીમાં સ્પાય કેમેરા લગાવી વિડીયો લીધેલ હોવાથી ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્દારા એક ગુપ્ત ઇન્કવાયરી એ.ટી.એસ.ને સોંપવામાં આવેલ હતી.

જે ઇન્કવાયરીના કામે ટેકનીકલ એનાલીસીસ તેમજ લીધેલા નિવેદનોના અંતે પોલીસ ઇન્સકપેટકર જે.પી. રોજીયા નાઓ દ્દારા તત્કાલીન નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, તત્કાલીન ચીટનીશ ટુ કલેકટર જયેશભાઇ પટેલ તેમજ ખાનગી વ્યકિત હરીશભાઇ ચાવડા નાઓ દ્દારા આ સમગ્ર કાંડ કરવામાં આવેલ હોવાનુ ફલીત થતા તેઓના વિરૂધ્ધમાં ગુનો નોંધવામાં આવેલ છે.

કાવતરાના ભાગરૂપે શ્રીમતી કેતકીબેન વ્યાસ તથા જયેશભાઇ પટેલ નાઓએ કલેકટરશ્રીની ઓફીસમાં ગુપ્ત કેમેરા ગોઠવીને કોઇ છોકરીને મોકલીને તેઓને પ્રેમજાળમાં ફસાવી વિડીયો રેકોર્ડ કરી, વિડીયો વાયરલ કરવાની ધમકી આપીલ.

જેના ભાગરૂપે જયેશભાઇ પટેલ નાઓએ પોતાના મિત્ર હરીશભાઇ ચાવડા મારફતે ત્રણ સ્પાય કેમેરા ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી ઓનલાઇન મગાવેલા અને ડિજીટલ પેમેન્ટના માધ્યમથી ખરીદ કરેલ, તેમજ જયેશભાઇ પટેલ તથા હરીશભાઇ ચાવડા દ્વારા એક મહીલાની વ્યવસ્થા કરવામાં આવેલી, જેના માધ્યમથી હની ટ્રેપ કરવાનું ષડયંત્ર રચી તેના ભાગરૂપે અલગ અલગ દિવસે મહીલાને મોકલીને તત્કાલીન કલેકટરની ઓફીસમાં તથા એન્ટી ચેમ્બરમાં કેમેરા લગાવી રેકોર્ડીંગ કરેલા. જે મહીલા સાથે તત્કાલીન કલેકટર તથા મહીલા સાથે થયેલ ચેટના સ્ક્રીનશોટ મેળવેલા હતા.

કેમેરામાં મોકલેલી મહીલાની સાથે સાથે બીજી મહીલા સાથેના વિડીયો પણ સ્પાય કેમેરામાં રેકોર્ડીંગ થઇ ગયેલ. તેમજ આરોપીઓ દ્વારા જે મહીલા મોકલવામાં આવેલ હતી તેના દ્વારા રેપની ફરીયાદ કરાવવાની ધમકી આપેલ અને પરંતુ તત્કાલીન કલેકટર તાબે ના થતા આ વિડીયો મિડીયામાં પેનડ્રાઇવ મોકલીને વાયરલ કરી દીધેલ હતા. આ ગુનાની તપાસ આણંદ એલ.સી.બી. ને સોંપવામાં આવેલ છે.

Other News : આણંદ કલેક્ટર ડી.એસ.ગઢવી સસ્પેન્ડ મામલામાં એટીએસની એન્ટ્રી : અધિક કલેક્ટર કેતકી વ્યાસ સહિત ર સામે તપાસ

Related posts

આણંદમાં વરસાદ થતા ખેડૂતોમાં વધી ચિંતા ગરમીથી સ્થાનિકોને મળી રાહત…

Charotar Sandesh

આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા સાંજના ૫ વાગ્યા બાદ બંધ માટે અપીલ : વેપારી એસોસિએશનનું સમર્થન…

Charotar Sandesh

એલર્ટ : આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો : આજે કોરોનાના ૧૧૪ કેસ જ્યારે ઓમિક્રોનના ૩ કેસો નોંધાયા

Charotar Sandesh