Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : પાંચ પોલિટેકનીક અભ્‍યાસક્રમોના વિદ્યાર્થીઓને સુવર્ણપદક-પ્રમાણપત્રો એનાયત કરાયા

સુવર્ણચંદ્રક પદક અને પ્રમાણપત્રો
જ્ઞાન એ શકિત હોઇ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે જ્ઞાનનો વધુ વિસ્‍તાર કરવાનો અનુરોધ કરતાં જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી

આણંદ : જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણીએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ખેડૂતોને આવક બમણી કરવા અથાગ
પ્રયાસો કરી રહ્યા છે. હાલના સમયમાં કૃષિ ક્ષેત્રથી ખોરાકની માંગ પૂરી કરવા માટે કૃષિ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક તકનિક અને પધ્‍ધતિસરના પ્રયાસો અનુસરીને ઉત્‍પાદન વધારી શકાય તેમ છે તેમ જણાવી જ્ઞાન એ શકિત હોઇ વિદ્યાર્થીઓને કૃષિ ક્ષેત્રે જ્ઞાનનો વધુ વિસ્‍તાર કરવાનો અનુરોધ કર્યો હતો.

આજે આણંદ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના બં.અ. ઓડિટોરિયમ ખાતે યુનિવર્સિટી સંલગ્‍ન પાંચ કોલેજોના પોલિટેકનીક અભ્‍યાસક્રમોના વિદ્યાર્થીઓને સુવર્ણપદક અને પ્રમાણપત્રો એનાયત કરતાં કલેકટરશ્રીએ વિદ્યાર્થીઓને અભ્‍યાસની સાથોસાથ કૌશલ્‍ય, કોઠાસૂઝની સાથે વર્તમાન અને ભાવિ પડકારોને નોકરી-વ્‍યવસાય ક્ષેત્રે અથાગ પ્રયાસો કરતાં રહીને કૃષિ ક્ષેત્રેને તેનો મહત્તમ લાભ મળે તે જોવા કહ્યું હતું.

શ્રી દક્ષિણીએ કેન્‍દ્ર-રાજય સરકારની ખેડૂતોના હિતાર્થે અમલમાં મૂકવામાં આવેલ કિસાન સન્‍માન નિધિ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, રાષ્‍ટ્રીય કૃષિ બજાર(ઇ-નેમ), નીમ કોટેટ યુરિયા, પ્રધાનમંત્રી કિસાન પેન્‍શન યોજના જેવી વિવિધ યોજનાઓની જાણકારી આપી ઇનોવેટીવ પ્રવૃત્તિઓના ફળો આજે ખેડૂતોને મળી રહ્યા હોવાનું જણાવ્‍યું હતું.
કલેકટરશ્રીએ આજના ડિઝિટલ યુગમાં પુસ્‍તકોની સાથે ઇ-પુસ્‍તકો અને ખેડૂતલક્ષી વિવિધ લેખોને ડિઝિટલ સ્‍વરૂપે મૂકવા સૂચન કર્યું હતું.

કલેકટરશ્રીએ આજે સુવર્ણચંદ્રક પદક અને પ્રમાણપત્રો મેળવનાર વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્ર આગળ વધતા રહે અને તેઓ પોતાની ઉજ્જવળ કારકીર્દિ તરફ આગળ વધે તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી સહિત ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે પોલિટેકનીક દીઠ પ્રથમ પાંચ
વિદ્યાર્થીઓને સુવર્ણપદક અને પાંચ-પાંચ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી સહિત ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે ફળ પાકો અને ખેડૂતો ઉપયોગી
સંશોધન ભલામણો-૨૦૨૦ પુસ્‍તિકાનું વિમોચન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે ભૂતપૂર્વ કુલપતિશ્રી શેખ, ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ, પાંચેય પોલિટેકનીક કોલેજના આચાર્યશ્રીઓ, ડીનશ્રીઓ,
પ્રાધ્‍યાપક ગણ, વૈજ્ઞાનિક ગણ, જુદી જુદી કમિટિઓના કન્‍વીનરશ્રીઓ, યુનિવર્સિટીના વિસ્‍તરણ અધિકારીશ્રી અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Other News : આઝાદીના અમૃત મહોત્સવની થીમ સાથે આણંદમાં ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે

Related posts

આણંદના ભરચક વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ : બે શખ્સો પ લાખ રૂપિયા ભરેલ બેગ તફડાવી રફૂચક્કર

Charotar Sandesh

આણંદ જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૦ જુલાઇએ રાષ્ટ્રિય લોક અદાલત યોજાશે

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આજે પણ કોરોનાનો વિસ્ફોટ : નવા ૫૬૫ કેસો નોંધાયા, જાણો જિલ્લામાં કેટલા એક્ટિવ કેસો

Charotar Sandesh