Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓ સામેની અથડામણમાં ચરોતરના જવાને શહાદત વહોરી : ગામમાં શોકનો માહોલ

કપડવંજના વણઝારીયા

જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં હરીશ પરમારની આતંકીઓ સાથે અથડામણ સર્જાઇ હતી

આવતીકાલે શહીદ જવાનના પાર્થિવદેહને વતન લવાશે

નડિયાદ : ખેડાના કપડવંજના વણઝારીયા ગામના વતની હરીશ પરમાર આતંકીઓ સાથેની અથડામણમાં શહાદત વહોરી લેતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં હરીશ પરમારની આતંકીઓ સાથે અથડામણ સર્જાઇ હતી. જેમાં દેશની રક્ષા કરતા કરતા હરીશ પરમારે શહીદી વ્હોરી હતી.આવતીકાલે શહીદ જવાનના પાર્થિવદેહને વતન લવાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કપડવંજ તાલુકાના નાના એવા વણઝારિયા ગામના રહેવાસી ૨૫ વર્ષીય હરિશસિંહ રાધેસિંહ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. હરિશસિંહ જમ્મૂ કાશ્મીરમાં તૈનાત હતા. અહીંના મછાલ સેકટરમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં હરિશસિંહ શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે.

કપડવંજ તાલુકાના નાના એવા વણઝારિયા ગામના રહેવાસી ૨૫ વર્ષીય હરિશસિંહ રાધેસિંહ પરમાર

વધુમાં, જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં ૬૦માં આતંકવાદીઓ દ્વારા ગુરૂવારે સુરક્ષા દળો પર બીજો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે જવાન શહીદ થયા છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છેલ્લા ૧૦ દિવસથી છૂપાઇને બેઠેલા છે. આ આતંકવાદીઓ ર્ન્ંઝ્રથી ઘૂસણખોરી કરીને આવ્યા હતાં અને મુગલ રોડથી કાશ્મીર જવાની ફિરાકમાં છે.

Other News : ડ્રાઈવિંગ લાયસન્સ અને RC સહિતના દસ્તાવેજોની વેલીડીટી તા.૩૧ ઓકટોબર-૨૧ સુધી લંબાવાઈ

Related posts

૧૨ વીઘા જમીનના વિવાદ મામલે ઠાસરાના ધારાસભ્ય પર ૮ લોકોનો હુમલો…

Charotar Sandesh

વિશ્વ દિવ્યાંગ દિને વડતાલ ધામના આંગણે યોજાયો દિવ્યાંગજનોની સેવાનો યજ્ઞ

Charotar Sandesh

આણંદના કલમસરમાં હજારોની મેદની વચ્ચે કીર્તિદાનનો ડાયરો યોજાયો : નિયમોના ધજાગરા ઉડ્યા

Charotar Sandesh