Charotar Sandesh
ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો અંગે નિર્ણય : ૮ મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ આ તારીખ સુધી લંબાવાયો

રાત્રી કર્ફ્યુ (Night Curfew)

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) થી લઈને સામાજિક કાર્યક્રમોમાં છૂટછાટો આપવામાં આવી છે, ત્યારે રાજ્યમાં ૮ મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) ની અવધિ લંબાવાઇ છે. ૨૮ ઓગસ્ટ સુધી ૮ મહાનગરોમાં હવે રાત્રે ૧૧ થી સવારે ૬ સુધી રાત્રી કર્ફ્યુ (Night Curfew) અમલ રહેશે.

આ સાથે સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ ૪ ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો હતો.

  • ગત ૩૦ જુલાઇએ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી નાગરિકો છૂટ આપી હતી જે નીચે મુજબ છે :

– રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત.
– ૮ મહાનગરોમાં હવે રાત્રે ૧૧ થી સવારે ૬ સુધી રાત્રિ કર્ફ્યૂ
– ખુલ્લા અથવા બંધ સ્થળે લગ્ન પ્રસંગમાં ૧૫૦ લોકોની મર્યાદા
– રાજ્યમાં લગ્ન પ્રસંગો માટે ઓનલાઈન મંજૂરી લેવી જરૂરી
– રાજ્યમાં અંતિમવિધિ માટે ૪૦ લોકોની મંજૂરી આપવામાં આવી
– ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
– પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુશન
– ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક કાર્યક્રમોમાં ૪૦૦ લોકોની છૂટ
– ગણેશ મહોત્સવમાં ૪ ફૂટ સુધીની મૂર્તિની સ્થાપનાને મંજૂરી
– સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ૪૦૦ લોકોને છૂટ આપવામાં આવી
– આવા કાર્યક્રમોમાં બંધ સ્થળોએ પણ ૪૦૦ વ્યક્તિઓની છૂટ
– શૈક્ષણિક સંસ્થાઓ SOP સાથે ચાલુ રહેશે, નિયમ પાલન જરૂરી
– રાજ્યભરમાં ૬૦ ટકા ક્ષમતા સાથે જીમ ખુલ્લા રહેશે
– રાત્રે ૯ વાગ્યા સુધી બાગ-બગીચાઓ ખુલ્લી રાખી શકાશે
– હોટેલ, રેસ્ટોરેન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ
– રાજ્યમાં સ્પા ખોલવાની હજુ મંજૂરી નહીં, સ્પા બંધ રહેશે

Other News : આણંદ નજીક ગમખ્વાર અકસ્માત : ટ્રક અને બાઈક ધડાકાભેર અથડાતા ૩ લોકોના ઘટનાસ્થળે મોત

Related posts

બ્રેકિંગ : આખરે પત્રકાર ઈસુદાન ગઢવી આપમાં જોડાયા…

Charotar Sandesh

ભરૂચના ૯ ગામના ૨૦૦થી વધુ ભાજપ કાર્યકરો બીટીપીમાં જોડાયા…

Charotar Sandesh

ભુપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં યુવાઓને પ્રાધાન્ય મળે તેવી શક્યતાઓ

Charotar Sandesh