Charotar Sandesh
વર્લ્ડ

ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જવાબદારી સોંપી : USમાં ગુજરાતી મૂળના કશ્યપ પટેલ FBIના ડિરેક્ટર બન્યા

કશ્યપ પટેલ

ક્રાઈમ રેટ ઓછા કરવાની સાથે ક્રિમિનલ એક્ટિવિટી સાથે સંકળાયેલા ગૃપોને પકડી પાડવાની મોટી જવાબદારી

USA : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનનાં ડિરેક્ટર તરીકે પોતાના ખાસ વિશ્વાસુ કશ્યપ પટેલની નિમણૂક કરી દીધી છે. ડાનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કશ્યપ પટેલની પ્રશંસા કરી હતી તથા અમેરિકામાં ક્રાઈમ રેટ ઓછો થાય એની પણ મોટી જવાબદારી સોંપી હતી.

તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે કશ્યપ પટેલ આ જવાબદારીને સારી રીતે નિભાવશે અને તેઓ આ પદ પર રહીને ઘણી ઉપલબ્ધિઓ પણ હાંસલ કરશે. ઉલ્લેખનીય છે કે કશ્યપ પટેલે આની પહેલા ટ્રમ્પ સરકારમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં ચીફ ઓફ નેશનલ ઈન્ટેલિજન્સના ડેપ્યુટી ડિરેક્ટર અને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આની સાથે કશ્યપ પટેલ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં સિનિયર ડિરેક્ટર ઓફ કાઉન્ટર ટેરરિઝમમાં પણ કામ કરી ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે કશ્યપ પટેલને અમેરિકા ફર્સ્ટના વોરિયર તરીકે સંબોધિત કર્યા હતા. એટલું જ નહીં તેમના રૂસ હોક્સના ઈન્વેસ્ટિગેશનમાં અભૂતપૂર્વ યોગદાનની સરાહના પણ કરી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે કશ્યપ પટેલે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની સાથે ન્યાયની રક્ષા કરવા માટે અને અમેરિકન સિટિઝન્સની સુરક્ષા માટે અભૂતપૂર્વ યોગદાનો આપ્યા છે

કશ્યપ પટેલ એટર્ની જનરલ પામ બોંડીની અંડર કામ કરશે. ટ્રમ્પે તેમને ક્રાઈમ રેટ પર કાબુ મેળવવો, ડ્રગ્સની તસ્કરી સામે કડક પગલા ભરવા સહિતની જવાબદારીઓ સોંપી દીધી છે. કશ્યપ પટેલની પસંદગી તેમના બીજા કાર્યકાળ માટે તેમની યોજનાઓનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેઓ અમેરિકામાં કાયદો વ્યવસ્થા અને નેશનલ સિક્યોરિટીને વધુ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તેવામાં કશ્યપ પટેલને આ જવાબદારી સોંપવામાં આવી છે એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ શકે એમ છે. ૪૪ વર્ષીય કશ્યપ પટેલે ૨૦૧૭માં ટ્રમ્પ પ્રસાશનના છેલ્લા કેટલાક સપ્તાહોમાં અમેરિકાના એકિટંગ ડિફેન્સ મિનિસ્ટરના ચીફ ઓફ સ્ટાફના રૂપે પણ કામ કર્યું હતું.

ન્યૂયોર્કમાં જન્મેલા કશ્યપ પટેલ મૂળ ગુજરાતના વતની છે. તેમના માતા ઈસ્ટ આફ્રિકન કંટ્રી તંજાનિયાથી અને પિતા યુગાંડાથી કેનેડા અને પછી અમેરિકા પહોંચ્યા હતા. તેઓ ૧૯૭૦માં કેનેડાથી અમેરિકા શિફટ થઈ ગયા હતા. લૉ સ્ટડીઝ કરનારા કશ્યપ પટેલે એક ઈન્ટર્વ્યૂમાં પોતાના ગુજરાતી વારસા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું ગર્વ સાથે કહી શકું છું કે હું ગુજરાતી છું.

  • NILESH PATEL – USA

Related posts

USA : ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશેલા ૭ ભારતીયોને પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ

Charotar Sandesh

કોઈ યુદ્ધ વિનાના દાયકાના પ્રથમ રાષ્ટ્રપતિ હોવાનું ગૌરવ : ટ્રમ્પનું વિદાય ભાષણ…

Charotar Sandesh

ઇન્ડિયન અમેરિકન એટીટ્યુડનો સર્વે : ટ્રમ્પને માત્ર ૨૨% ભારતીય અમેરિકન જ મત આપી શકે છે…

Charotar Sandesh