સ્વરસામ્રાજ્ઞી લતાજીનું નિધન થતાં સમગ્ર ચરોતરમાં સંગીત અને લતાજીના ચાહકોએ દુઃખ વ્યક્ત કર્યું
નડિયાદ : સ્વરસામ્રાજ્ઞી લતાજીનું આજે ૯૨ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થતાં સમગ્ર દેશ શોકમગ્ન બન્યો છે. સવારે ૧૦ વાગ્યાની આસપાસ નિધન થતાં વાયુવેગે આ સમાચાર સમગ્ર દેશમાં પ્રવર્તતા તેમના ચાહકો તથા સંગીત પ્રેમી લોકો શોકાગ્રસ્ત થયા છે.
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં સંગીત અને લતાજીના ચાહકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય શોક જાહેર કરાતાં રાષ્ટ્રીય ધ્વજ પણ અડધી કાઠીએ ફરકાવાયો આવ્યો છે. આ રાષ્ટ્રીય શોકના પગલે નડિયાદમાં રેલવે સ્ટેશને પાસે ૨૪ કલાક રહેલાતો ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો છે. આ સાથે કેટલાક સંગીત પ્રેમી લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
Other News : ભારતનો સુર અનંતમાં વિલીન : 92 વર્ષની વયે લતા મંગેશકરે લીધા અંતિમ શ્વાસ, દેશભરમાં શોકનો માહોલ