Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આંકલાવ તાલુકામાં ૯ કરોડ ૮૫ લાખના ખર્ચે થનાર રોડનું ભુમીપૂંજન કરતા ધારાસભ્ય અમીત ચાવડા

આંકલાવ તાલુકા

આણંદ : આંકલાવ વિધાનસભા વિસ્તારમાં ૯ કરોડ ૮૫ લાખના ખર્ચે થનાર વિવિધ ગામોના રોડ જેમાં (૧) બામણગામ ભાઠા વિસ્તાર (૨) ગંભીરા-બળીયાદેવ વિસ્તાર (૩) આસરમા-પરમાર વગા વિસ્તાર (૪) ભેટાસી (બા)-કયારી વિસ્તાર અને ભેટાસી વાંટા-મહાકાળી મંદિરથી ભાણપુરા આશ્રમને જોડતા રસ્તાનું ભુમીપૂંજન ગુ.પ્ર.કોગ્રેસ પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી અમીતભાઇ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રી વિજયભાઇ પઢિયાર, તા.કો. પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શનાભાઇ પઢિયાર, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કિશોરભાઇ વાઘેલા, ભાસ્કરભાઇ પટેલ, તા.પ.સભ્ય દિપકભાઇ પઢિયાર નિલેષભાઇ પરમાર, ભરતભાઇ તથા નગીનભાઇ સોલંકી, તારકભાઇ પૂરોહીત, રાવજીભાઇ પરમાર,અમરસિહ પઢિયાર, કૌશિકભાઇ પઢિયાર, ભગવાનસિહ મહિડા, તખતસિંહ રાજ અશોકભાઇ રાજ, વિનુભાઇ પરમાર, મનુભાઇ પઢિયાર, મહેન્દ્રસિહ રાજ તેમજ સૌ આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

  • Jignesh Patel, Anand

Other News : તહેવારો દરમિયાન કોવિડ-૧૯ માર્ગદર્શિકાનું પાલન કરવાનો અનુરોધ કરતા જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણી

Related posts

વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ગાદી પદારૂઢના ૨૧મા મંગલ પ્રવેશ ભાવવંદના કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

કોરોનાનો વધતો કહેર : આણંદ જિલ્લામાં કુલ સંખ્યા ૭ થઈ : ઘરમાં રહેવા અપીલ કરાઈ…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી અંબાજી ખાતેથી આણંદ જિલ્લાના આ ૫૦ ગામોમાં તૈયાર આવાસોનું ઈ-લોકાર્પણ કરશે

Charotar Sandesh