આણંદ : રાજ્યમાં ઘણી જગ્યાએ બાળ મજુરીનું દુષણ વધ્યું છે, તેવામાં આણંદ જિલ્લામાં ખંભાતમાં રેલવે અને ચાઈલ્ડ લાઈન દ્વારા બાળ મજુરી કરતાં બાળકોને મુક્ત કરી વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ અંગે શહેર પોલીસે ડ્રાઇવનું આયોજન કરી બે વેપારી સામે કાર્યવાહી હાથ ધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, એક ગુનામાં ખંભાત શહેરની ભાગ્યલક્ષ્મી મદ્રાસ હોટલ પર ત્રણ બાળકોને કામે રાખી મજુરી કરાવતાં માલીક કમલેશ સીતારામ ચેટીયાર સામે ગુનો નોંધ્યો હતો. આ કાર્યવાહીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી. જ્યારે બીજા ગુનામાં ખંભાતની ભવાની ફ્લોરમીલ કરીયાણાની દુકાનમાં તપાસ કરતાં બાળ મજુર મળી આવ્યો હતો આથી, દુકાન માલીક પ્રેયસકુમાર વિજય જયસ્વાલ સામે પણ ગુનો નોંધ્યો હતો.
Other News : આણંદ-ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજથી બીજા સત્રના ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો