Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદના ૧૦૮ વર્ષના ‘બા’ યુવાનો માટે પ્રેરણારૂપ : મતદાન કરી લોકશાહીનો પર્વ ઉત્સાહથી ઉજવે છે

નડિયાદના ૧૦૮ વર્ષ

ઉત્સાહી હોય તે યુવાન આ કહેવત ચૂંટણીના સમયમાં મતદારોના મિજાજને સચોટ રીતે વર્ણવે છે. પ્રથમ વખત મતદાર હોય, મહિલા મતદાર હોય, દિવ્યાંગ મતદાર હોય કે પછી શતાયુને પાર કરી ગયેલા મતદારો હોય, તમામ મતદારો જ્યારે એક સરખા ઉત્સાહથી મતદાન કરે છે ત્યારે લોકશાહી ખરા અર્થમાં સાર્થક થાય છે.

લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના આ પર્વની ઉજવણીમાં નડિયાદના ૧૦૮ વર્ષના ‘બા’ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે

નડિયાદના જેવરબેન રબારી ૧૦૮ વર્ષની ઉમરે પણ નિયમિત મતદાન કરી દેશના નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ૧૧૬-નડિયાદ વિધાનસભાના મતવિભાગના જેવરબેન મેલાભાઈ રબારી ૧૦૮ વર્ષની ઉંમરે પણ અચૂક મતદાન કરવાનો નિર્ધાર ધરાવે છે. જેવરબેન રબારી જણાવે છે કે કોઈ પણ પ્રકારની ચૂંટણી કેમ ના હોય મે હમેશાં મતદાન કર્યું છે. અને આ ચૂંટણીમાં પણ હું અચૂક મતદાન કરીશ. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં જેવરબા જાતે મતદાન મથકે જઈ પોતાનો અમૂલ્ય મત નોંધાવશે.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં અચૂક મતદાન માટે વિભિન્ન સમુદાયના લોકો દ્વારા મતદાન માટેની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે મતદાન અપીલની આ શ્રેણીમાં નડિયાદ શહેરના મીલ રોડ, મજૂરગામમાં રહેતા ૧૦૮ વર્ષનાં શ્રી જેવરબેન મેલાભાઈ રબારીએ જિલ્લાવાસીઓને લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં અવશ્ય મતદાન કરવાની વિનંતી કરી છે.

નોંધનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં અચૂક મતદાન કરી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા આજે આખો દેશ કટિબદ્ધ છે. ગુજરાતમાં પણ ત્રીજા તબક્કામાં ૦૭ મે ના રોજ મતદાન થકી ૨૬ સીટો પર જે તે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ગુજરાતમાં ઠેર ઠેર સ્વીપ એક્ટિવિટી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

Other News : ઉમરેઠમાં ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા ભાજપના કાર્યકરોને જોઈ ક્ષત્રીયો વિફર્યા : હાય રે ભાજપ ના નારા લાગ્યા

Related posts

પક્ષી બચાવ કેમ્પની સાંસદ મીતેશભાઈએ મુલાકાત લઈને સંસ્થાના સ્વયંસેવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું

Charotar Sandesh

અસરગ્રસ્ત વ્યકિતઓ, સરપંચ અને ગામના આગેવાનો સાથે બેઠક કરતાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી

Charotar Sandesh

નાપાનો કુખ્યાત પાસાનો આરોપી લવીંગખાન પઠાણની આખરે પોલિસે ધરપકડ કરી…

Charotar Sandesh