Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ-ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજથી બીજા સત્રના ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો

આણંદ : ગુજરાતમાં સોમવારથી ધો. ૧થી ૫ની સ્કૂલો શરૂ થઈ છે, આ અંગે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે. જો કે હાજરી મરજીયાત રાખવામાં આવી છે.

સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે

આજે પ્રાથમિક શાળાઓ શરૂ કરવાના લેવાયેલ નિર્ણયને પગલે સોમવારથી આણંદ-ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓ શરૂ થશે. જિલ્લામાં ૧૦૬૯ પ્રાથમિક શાળાઓ છે, જેમાં અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તે પૈકી ૫૦ ટકા એટલે કે ૧.૨૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ આવતીકાલથી શાળામાં હાજરી આપશે.

આ અંગે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ સુરત ખાતે યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ કે, રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓનુ શિક્ષણ બગડે નહીં એ માટે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આવતીકાલ ૨૨મી નવેમ્બરથી સ્કૂલોમાં ધો.૧ થી ૫ના વર્ગો શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. બાલમંદિર અને આંગણવાડીના ભૂલકાઓને શિક્ષણ માટે આગામી સમયમા યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

Other News : બ્રેકિંગ : રાજ્યમાંં ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર : ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે : ૨૧મીએ મતગણતરી

Related posts

વડતાલધામ અને CVM યુનિવર્સિટીએ કેનેડાની સેટ કંપની સાથે MOU કર્યા : વૈશ્વિક સંશોધનો થશે

Charotar Sandesh

દાહોદથી આણંદ આવતી ખાનગી બસ પલ્ટી જતા 4 વર્ષની બાળકીનું મોત, 20થી વધુ મજૂર ઇજાગ્રસ્ત…

Charotar Sandesh

આણંદ જિલ્લા ક્ષત્રિય સેના દ્વારા લોટિયા ભાગોળ ખાતે મહારાણા પ્રતાપની પંચ ધાતુની પ્રતિમાનુું અનાવરણ કરાયું

Charotar Sandesh