આણંદ : ચરોતર એજયુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં 13/09/21 ના રોજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત શાળાના આચાર્ય શ્રી કાર્તિકભાઈ પટેલ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના માંધ્યમથી નગરજનોને એક સ્વચ્છતા નો અનોખો સંદેશો આપ્યો હતો. તે અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી અને સ્વહસ્તે રસ્તામાં આવતા બિનજરૂરી કચરાને સાફ કરી આજના નગરજનોને સંદેશો આપ્યો હતો.
આ સાથે રેલીમાં બેનર ના માધ્યમથી અવનવા સૂત્રોનો પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમ કે,
• ગંદકી ને છોડો સ્વચ્છતાને જોડો.
• સ્વચ્છતાનો દીપ પ્રગટાવીએ ગંદકી અંધકારને ભગાવીએ.
• સાંભળો અમારા સૌના અરજ સ્વચ્છતા છે સહિયારી ફરજ
આમ અનેક પ્રકારનાં નારા બોલીને પણ સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમ શાળાના શિક્ષકગણ ના સહયોગથી ખૂબ સફળ નીવડ્યો હતો.
Related News : ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ આણંદમાં “જન્માષ્ટમી પર્વ” ની ઉજવણી