Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

ભીડભાડ વાળી જગ્યાઓમાં પાકિટ-પર્સની ચોરી કરતી ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી LCB ઝોન-૧

LCB ઝોન-૧

અમદાવાદ : શહેરમાં બનતા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરશ્રી પ્રેમવિર સાહેબના હુકમથી અધિક પોલીસ કમિ. શ્રી સેકટર-૧ શ્રી નિરજ બડગુજર સાહેબ તથા નાયબ પોલીસ કમિ. ઝોન-૧, શ્રી ડો.લવિના સિન્હા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઇન્સ. શ્રી એચ.એચ.જાડેજા નાઓની સુચના આધારે મ.સ.ઇ. જીવણભાઇ મેધજીભાઇ બ.નં.૭૫૫૦ નાઓ એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ ખાનગી વાહનમાં ઝોન-૧ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સાથેના અ.હે.કો. મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ બ.નં.૯૨૫૪ તથા અ.હે.કો. સરદારસિંહ જેશીંગભાઇ બ.નં.૪૩૬૩ અ.પો.કો. મોહંમદરફીક સિકંદરમીયા બ.નં.૫૫૮ર નાઓને મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકકીત આધારે ગઇ કાલ તા.૦૮/૦૫/૨૦૨૩ ના રોજ સાંજના સમયે નવરંગપુરા કોમર્સ છ રસ્તા, મનરથ ફલેટ ખાતે આવેલ 58 કેફે હાઉસનુ ઓપનીંગ થવા બાબતે “ખજુરભાઇ” નો કાર્યક્રમ હોય.

જે કાર્યક્રમમાં માણસોની ભૌડનો ફાયદો ઉઠાવી ત્રણ ઇસમોએ કેટલાક માણસોની નજર ચુકવી તેમના પાકિટ/પર્સની ચોરીઓ કરેલ હોય જે પર્સ/પાકિટની ચોરી કરતા આરોપી નં.(૧) સલમાન રસુલભાઇ ઢસા તથા નં.(ર) ઇનુસ બાબુભાઇ શેખ તથા નં.(૩) આશીફ ફકિરમોહંમદ અંસારી નાઓને ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી પાડી CRPC ક. ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

Other News : વડતાલધામ અને CVM યુનિવર્સિટીએ કેનેડાની સેટ કંપની સાથે MOU કર્યા : વૈશ્વિક સંશોધનો થશે

Related posts

અમદાવાદ-વડોદરા હાઈવે પર રાત્રે લૂંટના ઈરાદે વાહનો પર પથ્થરમારાની ઘટના બાદ ભયનો માહોલ

Charotar Sandesh

દિવાળીના રાતે અમદાવાદ સહિત આ શહેરોમાં આગના બનાવો બન્યા, સુરતમાં ૫૩ જગ્યાએ આગ

Charotar Sandesh

કચ્છમાંથી બીએસએફે ઘુસણખોરી કરતા ૪ પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા

Charotar Sandesh