વડતાલ સ્વામિનારાયણના સંતશ્રી વલ્લભદાસજી મહારાજ દ્વારા સૌને ખાસ અપીલ
સંભવિત વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે ત્યારે હાલમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં વાવાઝોડું ટકરાઈ શકે છે જેને લઇ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ભારે પવન તથા વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે, જેથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા દ્વારા બીપરજોય વાવાઝોડા સામે સાવચેતી રાખી સાવધાન રહેવા સૌને અપીલ કરવામાં આવી છે .
ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ સાવચેતના પગલે કામગીરીમાં સૌ લોકો સાથ સહકાર આપી આ કુદરતી આપદા સામે લડત આપીએ.
Other News : ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનું તિવ્ર અસર : વૃક્ષો-વીજપોલ-હોર્ડિંગ્સ થયા જમીનદોસ્ત