Charotar Sandesh
ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

બિપરજોય વાવાઝોડાની ગુજરાતના આ વિસ્તારોમાં માઠી અસર : ૨૪૦ ગામડાને અસર, ૫૨૪ જેટલા વૃક્ષ ધરાશાયી

બિપરજોય વાવાઝોડા

રાહત કમિશનર આલોક પાંડેએ મોડી રાતે પ્રેસ કોન્ફરન્સ યોજી વાવાઝોડા અંગે માહિતી આપી

બિપરજોય વાવાઝોડાએ ઉત્તર ગુજરાતમાં તારાજી સર્જી છે, ત્યારે જખૌ પોર્ટ સહિત કચ્છની નજીકના મોટાભાગના વિસ્તારો પર તેની માઠી અસર થઈ હતી. ગત મધરાત્રિએ આ વાવાઝોડું પાકિસ્તાનની સરહદ સુધી પહોંચી ગયેલ, જેની વિગત પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપતાં રાજ્ય સરકારના રાહત કમિશનરે આપી હતી.

રાહત કમિશનરે જણાવેલ કે, ૨૪૦ જેટલા ગામડાઓને વાવાઝોડાની અસર થઈ છે, જ્યારે જ્યાં વીજળીના થાંભલા, વૃક્ષો ધરાશાયી થઈ જવા જેવી ઘટનાઓ બનેલ હતી. આ સાથે વાવાઝોડાને લીધે આશરે ૫૨૪

વૃક્ષો પડી ગયેલ, જેમાં દ્વારકામાં ૭૩ વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ ૨૨ જેટલા લોકો ઘાયલ થયા હતા. વધુમાં જણાવેલ કે, આ બિપરજોય વાવાઝોડું દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધ્યું છે અને કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ

વરસાદી માહોલ યથાવત્‌ રહેશે. લેન્ડફોલ વખતે પવનની ઝડપ ૧૧૮ કિ.મી. પ્રતિકલાક રહેલ. બિપરજોય વાવાઝોડાની અસરને લઈને રાજ્ય સરકાર દ્વારા વહીવટી કામગીરીને લઈને બેઠક યોજાઈ હતી. સીએમ દ્વારા દરિયા કિનારાના જિલ્લાઓની સ્થિતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરવામાં આવી હતી.

Other News : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા દ્વારા બીપરજોય વાવાઝોડા સામે સાવચેતી રાખવા સૌને આ અપીલ

Related posts

વડોદરામાં બાબા રામદેવનો વેશ ધારણ કરી મોંઘવારીના વિરોધમાં સાયકલ યાત્રા કાઢી…

Charotar Sandesh

વડોદરામાં હિટ એન્ડ રન કેસ : ખુલ્લી જીપમાં રોફ જમાવતા નબીરાએ માસૂમ બાળકને કચડી નાંખ્યો…

Charotar Sandesh

સુરેન્દ્રનગર : એનસીસી ૨૬ ગુજરાત બટાલીયન દ્વારા કારકિર્દી માટે દિશાસૂચન કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh