આણંદ : રામનવમીના દિવસે ખંભાતમાં અસામાજીક તત્ત્વો દ્વારા પથ્થરમારાની ઘટના સામે હતી, જેના ઘેરા પડઘા પડ્યા છે. જેને લઈ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓએ ખંભાતમાં ધામા નાખ્યા છે.
આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં સંવેદનશીલ એવા સ્થળો નક્કી કરીને ત્યાંનાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં શક્કરપુરમાં થયેલા ગેરકાયદે દબાણ હટાવવા કામગીરી શરૂ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં તોફાનીઓના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે, એ જ રીતે મધ્યપ્રદેશમાં પણ ગેરકાયદે દબાણો દૂર કરનાર સીએમ શિવરાજસિંહ ચૌહાણ દ્વારા તોફાનીઓ સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવે છે.
ગુજરાતમાં પણ પોલિસ તંત્ર દ્વારા તોફાન થયેલ સ્થળો નક્કી કરીને ત્યાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે
ગત તા. ૧૦ એપ્રિલે રામનવમી પર્વના રોજ અસામાજીક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરી બે દુકાન અને લારી, એક ઘરમાં આગચંપી-તોડફોડ કરતાં ખંભાત શહેરમાં ચકચાર મચી હતી. જેને લઈ પોલીસ તંત્રનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયેલ અને તોફાની ટોળાંને કાબૂમાં લેવા પ ટિયરગેસના શેલ પણ છોડાયા હતા, જેમાં પોલીસ જવાનો સહિત ૧પથી વધુ લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે એકનું મોત નીપજ્યું હતું.
Other News : આણંદ તાલુકાના ૧૨ જેટલા ગામોના કાચા માર્ગો ૯.૨૫ કરોડના ખર્ચે પાકા બનશે : જુઓ ગામોમાં કયા કયા રસ્તાઓ બનશે