Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠમાં ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા ભાજપના કાર્યકરોને જોઈ ક્ષત્રીયો વિફર્યા : હાય રે ભાજપ ના નારા લાગ્યા

ભાજપના કાર્યકરો

ઉમરેઠ : તાલુકા મથક ઉમરેઠમાં ગઈ કાલે અત્રેના ચોરવગા વિસ્તારમાં ઉમરેઠ નગરપાલીકા ના પ્રમુખ સહીત સ્થાનીક સંગઠનના આગેવાનો ભાજપના પ્રચાર અર્થે આવતા વિસ્તારના ક્ષત્રીયો ગુસ્સાથી લાલચોળ થઈ પ્રચાર ટીમ ની સામે થઈ જતાં ઉગ્ર વાતાવરણ સર્જાયું હતુ, લોકસભાના આણંદ મત વિસ્તારના ભાજપના ઉમેદવાર મીતેષ પટેલના સમર્થનમાં વોટ આપવા પ્રચાર કરવા નીકળેલ ભાજપ કાર્યકરોને સ્થળ છોડી ભાગવું પડ્યું હતુ.

ભાજપના કાર્યકરોને જોઈને વીફરેલા ક્ષત્રીયોએ હાય..રે..રૂપાલા ….હાય..રે.. ભાજપના નારા લગાવતા ભાજપના કાર્યકરો ક્ષોભની સ્થીતી માં આવી ગયા હતા

સ્થાનીકોએ ભાજપના કાર્યકરોને રોકડું પરખાવ્યુ હતું કે “તમારે અમારા વિસ્તારમાં પ્રચાર કરવા આવવાનુ નહી” પુરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન થી ભારે નારાજ નારાજ બનેલા રાજયભરના ક્ષત્રીયોએ રૂપાળાની ટીકીટ કાપવામાં આવે તેવી જીદ લઈ ને બેઠા હતા,પરંતુ ભાજપે રૂપાલાને ઉમેદવારી ફોર્મ ભરાવતા ક્ષત્રીયો હવે રીતસર ભાજપ વિરુધ્ધ પડ્યા હોય તેમ ઠેર-ઠેર રૂપાલાના નામે ભાજપ નો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે, અને ભાજપના વિરોધની આગ રાજયમાં ઠેર-ઠેર પ્રસરી રહી છે.

Other News : સુરતમાં બિનહરીફ જીતી ગયા મુકેશ દલાલ : ભાજપે લોકસભામાં જીતનું ખાતું ખોલ્યું, જુઓ વિગત

Related posts

ચરોતરનું પેરિસ તરીકે ઓળખાતા ધર્મજ ગામે ‘ધર્મજ ડે’ની વર્ચ્યુઅલ ઊજવણી થશે…

Charotar Sandesh

આણંદ જિલ્‍લાની ૫૨૬૨૧ ગંગા સ્‍વરૂપા બહેનોને જૂન માસની સહાય પેટે રૂા. ૧૨૫૦/- ખાતામાં જમા કરાયા

Charotar Sandesh

આણંદમાં આવતીકાલે શ્રીજીની ભવ્ય શોભાયાત્રા : જુઓ નાની-મોટી મૂર્તિઓ માટેની વ્યવસ્થા-પોલિસ બંદોબસ્ત

Charotar Sandesh