પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ તાલુકા લેવલે ખો-ખોની રમતમાં વિજેતા બનીને આખા ઉમરેઠ તાલુકામાં ડંકો વગાડ્યો છે, તા. ૧૩-૦૧-૨૦૨૪ શનિવારના રોજ ખેલ મહાકુંભના અંતર્ગત પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ ખો-ખોની રમતમાં ઉમદા પ્રદર્શનથી રમત રમી હતી, અને ઉમરેઠ તાલુકામાં વિજેતા જાહેર થઈ હતી આ ટીમ હવે ખેલ મહાકુંભમાં જિલ્લા લેવલે રમવા જશે.
આ વિદ્યાર્થીનીઓને સ્કૂલના ચેરમેન વજેસીંગ અલગોત્તરે અભિનંદન પાઠવ્યા હતા તથા શિક્ષિકા કિંજલબેનને પણ અભિનંદન પાઠવ્યા હતા.
Other News : ઘાયલ પક્ષી દેખાય તો નિઃશુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ ઉપર સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ