Charotar Sandesh
ગુજરાત

અમદાવાદમાં કરફ્યૂમાં લટાર મારવા નીકળેલા ૨૪૩ની પોલીસે કરી અટકાયત…

અમદાવાદ : આજે અમદાવાદમાં કર્ફ્યૂની પ્રથમ દિવસે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરીને કર્ફ્યૂનું પાલન કરાવતી નજરે ચડી હતી. કર્ફ્યૂ ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા કર્ફ્યૂના જાહેરનામા ભંગ કરીને લટાર મારવા નીકળેલાના કુલ ૨૧૫ જેટલા ગુના નોંધ્યા છે અને ૨૪૩ લોકોની અટકાયત કરવામાં આવી છે. શહેર પોલીસે જીવનજરૂરી વસ્તુઓ, જેમ કે દૂધ, દવાની દુકાન, મ્યુનિસિપલ સર્વિસ, પેટ્રોલ અને ગેસ સ્ટેશન, ફર્મા કંપનીઓ, ઈલેક્ટ્રિક અને પાણી સપ્લાઇ કરનાર અને તેની સાથે સંકળાયેલા લોકોને નિયત આઈડીકાર્ડ કે ડોક્યુમેન્ટ્‌સ જોઇ જવા દીધા હતા.
શહેરના એસજી હાઈવે, આશ્રમ રોડ, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, નરોડા, સરખેજ, રિંગ રોડ, નેશનલ હાઈવેને કનેક્ટેડ રોડ, શાહપુર, અસારવા, સાબરમતી, ચાંદખેડા એમ તમામ જગ્યાએ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે. અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, તમામ ડીસીપી-એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ કર્મચારીઓ સાથે શહેરમાં સતત પેટ્રોલિંગ કરી અને કર્ફ્યૂનો કડક અમલ કરાવી રહ્યા છે. પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તાર પેટ્રોલિંગ કરી અને લોકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. ઉપરાંત શહેરના જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ છે એના પર પોલીસબંદોબસ્ત અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
કરફ્યૂ હોવા છતાં દાણીલીમડા વિસ્તારમાં ટુ વ્હીલર લઇને યુવક માસ્ક વગર નિકળ્યો હતો. જેથી પોલીસે તેણે અટકાવ્યો હતો. પોલીસે યુવકને માસ્ક પહેર્યુ ન હોવાથી દંડની ભરપાઇ કરી હતી. પરંતુ યુવકે દંડની ભરપાઇ કરવાની ના પાડતા પોલીસ અને બાઇક ચાલક યુવક વચ્ચે મામલો બિચક્યો હતો. આ અંગે દાણિલિમડા પોલીસે જુબેર હાજી મહંમદ કંકપવાલા વિરૂદ્ધમાં ફરિયાદ નોંધી હતી.

Related posts

કોરોના હાંફી ગયો : ગુજરાતમાં ઘટીને આજે નવા 908 કેસ, આણંદમાં 13, ખેડામાં 11 કેસો નોંધાયા…

Charotar Sandesh

કોરોના કાળ વચ્ચે ૨૧ જુલાઈથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ…

Charotar Sandesh

દક્ષિણ ગુજરાતમાં મેઘાની રમઝટ : વૃક્ષો ધરાશાયી, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર

Charotar Sandesh