મુંબઈ : હાલ દેશભરમાં લોકો બચ્ચન પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યા છે. કારણકે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બાદ એશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તે બાદ દેશમાં જ નહીં દુનિયાભરમાં લોકો અમિતાભ બચચ્નના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યા છે. હવે નાણાવટી હોસ્પિટલે તેમનું હેલ્થ બુલેટિન બહાર પાડ્યું છે અને અમિતાભ તેમજ અભિષેક બચ્ચનના સ્વાસ્થ્યની જાણકારી આપી છે. હોસ્પિલમાંથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની હાલત સ્થિર છે. ડો. અંસારી અનુસાર બન્ને સારા છે.
વધારે ખતરા વાળી ઉંમરના કારણે અમે અમિતાભજીના ઉપચાર દરમિયાન ખાસ વાતોનું ધ્યાન રાખીએ છીએ. જ્યારે બીએમસી પશ્ચિમ વોર્ડે પુષ્ટિ કરી કે પરિવારનું કોઇ અન્ય સદસ્ય વર્તમાનમાં હોસ્પિટલ જઇ રહ્યું નથી. અમે તેમને ઘરે જ ક્વોરન્ટાઇન માટે સલાહ આપીએ છીએષ તેની સાથે બીએમસીએ ૫૪ લોકોની સ્ક્રીનિંગ કરી, જે બચ્ચન પરિવારના નજીકના સંપર્કમાં છે. ૨૬ વ્યક્તિ સ્વાબ પરીક્ષણ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે
જે આજ બપોર સુધી આવી જશે. જણાવી દઇએ કે અમિતાભ બચ્ચનને હળવો તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી જે બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રવિવાર સાંજે મહાનાયક અમિતાભ બચ્ચને પણ ટિ્વટર પર તેમના ફેન્સ માટે ટિ્વટ કરી હતી. તેમણે એક મેસેજ લખ્યો હતો જેમા તેમણે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ટિ્વટ વાંચીને ફેન્સ ઘણા ભાવુક થયા સાથે જ મહાનાયકની તબિયત હાલ પહેલા કરતા સારી છે.