Charotar Sandesh
ઈન્ડિયા

અમિત શાહ સંપૂર્ણ સ્વસ્થ થતા ૧૨ દિવસની સારવાર બાદ એમ્સમાંથી ડિસ્ચાર્જ કરાયા…

ન્યુ દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સોમવારે દિલ્હી સ્થિત એઈમ્સમાંથી રજા મળી ગઈ છે. કાલે જ હોસ્પિટલે નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે ગૃહ મંત્રી સાજા થઈ ચૂક્યા છે અને તેમને જલ્દી જ રજા આપી દેવામાં આવશે. કોરોના સંક્રમણથી બહાર આવ્યા બાદ તેમને ૧૮ ઓગસ્ટે થાક અને માથુ દુખાવાની ફરીયાદ બાદ હોસ્ટિપટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની લગભગ ૧૨ દિવસ સુધી સારવાર ચાલી.
કોરોનાથી સાજા થયા બાદ તેમની તબિયત વધારે બગડી ગઈ હતી. જે બાદ તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે ૧૮ ઓગસ્ટે દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સમાં જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમને ત્રણ દિવસથી સાંધાના દુખાવાની ફરિયાદ હતી અને થાક પણ લાગતો હતો. અગાઉ તે ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા હતા.
આ જ મહિને બે ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોના પોઝિટીવ આવ્યા હતા. આ વાતની જાણકારી તેમને પોતે ટ્‌વીટ કરીને આપી હતી. જે બાદ તેમણે ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૪ ઓગસ્ટે તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Related posts

પાક.ની નફ્ફટાઇ : ૨૦૦૦થી વધુ સૈનિકોને પૂંછ સરહદે ખડક્યા…

Charotar Sandesh

મહારાષ્ટ્ર : ઘરમાં ઘુસીને ભાજપના નેતા સહિત પરિવારના પાંચ સભ્યોની નિર્મમ હત્યા….

Charotar Sandesh

જમીન માત્ર ઘાસ-માટી જ નથી, એ આપણી માતા પણ છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh