Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં પણ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન, ઈન્ડિયન એમ્બેસી બહાર ખાલિસ્તાની ઝંડા લહેરાયા…

USA : ભારતમાં સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન યથાવત છે. જેને લઈને ખેડૂતો દ્વારા પ્રજાસત્તાક પર્વ પર ટ્રેક્ટર પરેડ નીકાળી હતી, જે હિંસક બની હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લાની પ્રાચીરથી ખેડૂત સંગઠનો અને ધાર્મિક ઝંડા ફરકાવ્યા હતા. જેની ચોતરફ નિંદા કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં પણ ખાલિસ્તાન સમર્થકોએ પ્રદર્શન કર્યું છે. તેમણે ઈન્ડિયન એમ્બેસીની બહાર ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યા હતા.
આ સમયે ભીડમાં સામેલ અનેક લોકોના હાથમાં ખાલિસ્તાની ઝંડા પણ હતા. આ દરમિયાન ભારત વિરોધી સુત્રોચાર પણ કરવામાં આવ્યા હતા.
વૉશિંગ્ટનમાં એક પ્રદર્શનકારીઓમાંથી એક નરેન્દ્ર સિંહે જણાવ્યું કે, ભારતના કૃષિ કાયદાને માનવ અધિકારો અને લોકતંત્રનું ઉલ્લંઘન ગણાવતા જણાવ્યું કે, અમે દર વર્ષે ૨૬ જાન્યુઆરીને બ્લેક ડે તરીકે મનાવીએ જ છીએ. જો કે આ વર્ષે અમે ભારતમાં ખેડૂતોની સાથે એકજૂટતા દર્શાવવા માટે ઉભા છીએ.
વિરોધ કરનારા કેટલાક સભ્યો અવારનવાર ભારત વિરોધી પ્રદર્શનોમાં નિયમિત એક અલગ ખાલિસ્તાન રાજ્ય માટે પોતાનો અવાજ બુલંદ કરતા રહે છે. એક મહિલા અગાઉ વૉશિંગ્ટન ડીસીમાં ઈન્ડિયન હાઈકમિશન નજીક મહાત્મા ગાંધીની પ્રતિમા પર ખાલિસ્તાની ઝંડા ફરકાવવામાં આવ્યા હતા. જે બાદ આ વખતે ઈન્ડિયન એમ્બેસી અને ગાંધીજીની પ્રતિમાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી.

  • Nilesh Patel

Related posts

એચ-૧બી વિઝા ફ્રોડ બદલ ચાર ભારતીય-અમેરિકનની ધરપકડ

Charotar Sandesh

યુએન પાસે ભંડોળની ભારે અછત : એસી-લિફ્ટ બંધ કરવામાં આવ્યા…

Charotar Sandesh

મેક્સિકોમાં અમેરીકન પરિવારની ૫ લોકોની ગોળી મારીને હત્યા કરાઇ…

Charotar Sandesh