Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા, મેક્સિકોમાં કાતિલ ઠંડી : લાખો લોકો વીજળીવિહોણા થયા…

USA : અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં અને પડોશના મેક્સિકો દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. દાંત કચકચાવી દેનારી ઠંડી પડતાં અને ભારે બરફ પડતાં વપરાશકારો તરફથી વીજળીની માગ વધી જતાં ટેક્સાસ રાજ્યના ઈલેક્ટ્રિક ગ્રિડ ઓપરેટરને તબક્કાવાર અંધારપટ કરવાની ફરજ પડી છે. આને કારણે આશરે ૪૦ લાખ લોકો વીજળીવિહોણા થઈ ગયા છે. ટેક્સાસમાં લઘુત્તમ તાપમાન ૨૮થી માઈનસ ૮ ડિગ્રી ફેરનહિટ (માઈનસ ૨થી માઈનસ ૨૨ સેલ્શિયસ) જેટલું અસહ્ય બની જતાં પ્રમુખ જૉ બાઈડને ઈમરજન્સી ઘોષિત કરી છે. વીજ ઉત્પાદન કરવાની કેટલીક કંપનીઓની ક્ષમતા થીજી જવાથી અંધારપટની સ્થિતિ સર્જાઈ છે.

  • Yash Patel

Related posts

યુક્રેન સલામત : રશિયાએ યુદ્ધ અભ્યાસ સમાપ્ત કર્યો : લશ્કરી તણાવમાં ઘટાડો થતાં સૈન્ય પરત

Charotar Sandesh

ચીનની સરકારે જેકમાની કંપની અલીબાબાને ફટકાર્યો ૨.૭૮ અબજ ડોલરનો દંડ…

Charotar Sandesh

ભારતમાં આર્થિક મંદીની ગંભીર અસર વર્તાઇ રહી છે : IMF

Charotar Sandesh