Charotar Sandesh
ઈન્ડિયા

અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા મોદી સરકારના આત્મનિર્ભર ભારત ૩.૦નું એલાન…

રોજગારી ઊભી કરવા આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લોન્ચ કરાઇ…
– અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા મોદી સરકારે જાહેર કર્યુ વધુ એક રાહત પેકેજ, ૧પ૦૦૦થી ઓછા પગારવાળા કર્મચારીઓને લાભ, સરકાર બે વર્ષ સુધી પીએફનું અંશદાન ભોગવશે, ૧૨ ટકા કર્મચારી અને ૧ર ટકા માલીકનો હિસ્સો કેન્દ્ર ભોગવશે, પીએફની યોજના ૩૦ જૂન ૨૦૨૧ સુધી લાગુ થશે, ર૬ સેકટર્સ માટે નવી ક્રેડીટ સપોર્ટ સ્કીમ જાહેર, સરકારે ઇમરજન્સી ક્રેડીટ લાઇન ગેરંટી સ્કીમ ૩૧ માર્ચ સુધી લંબાવી, કન્સ્ટ્રકશન અને ઇન્ફ્રા કંપનીઓને રાહત
– મોદી સરકારે કરી ૨.૬૫ લાખ કરોડના ૧૨ પેકેજની જાહેરાત, બેંકોએ ૧૫૭.૪૪ લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ જારી કર્યા
– ઘર ખરીદનારાઓ માટે મોટી જાહેરાતઃ સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યુના અંતરમાં ૧૦%ની જગ્યાએ હવે ૨૦% છૂટ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધારે ૧૮,૦૦૦ કરોડ વપરાશે
– પીએમ ગરીબ કલ્યાણ યોજના માટે ૧૦ હજાર કરોડ રૂપિયાની વધારાની વ્યવસ્થા, તેનો ઉપયોગ મનરેગા કે ગ્રામ સડક યોજના માટે કરી શકાશે
– આત્મનિર્ભર ભારત રોજગાર હેઠળ ૧.૫૯ લાખ સંસ્થાઓને ૮૩૦૦ કરોડ રુપિયાનો લાભ
– બેન્કોની દેવુ આપવાની ઝડપ ૫.૧ ટકા વધી, ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં અર્થવ્યવસ્થા સારી રહેશે
જીએસટી કલેક્શન ઓક્ટોબરમાં ૧૦% વધીને રૂ. ૧.૦૫ લાખ કરોડ થયું

ન્યુ દિલ્હી : કોરોના વાયરસના પગલે દેશ સહિત વિશ્વભરનું અર્થતંત્ર બગડી ગયું છે. તમામ દેશોની ગાડી પાટા પરથી નીચે ઉતરી ગઈ છે. વિવિધ દેશો વિવિધ યોજનાઓ અને રાહત પેકેજના પગલે ફરી તંત્રને ઉભુ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ભારત પણ જલદીથી બેઠું થઈ રહ્યું છે તેવી આશા અને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં લોકોને મુશ્કેલી ન પડે અને સહાયતા મળી રહે તે હેતુથી વિવિધ યોજનાઓ અને રાહક પેકેજની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે મોદી સરકારે દેશભરના લોકોને ફરી એક મોટી દિવાળીની ભેટ આપી છે.
કોરોના સંકટમાં પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને ફરીથી દોડતી કરતાં માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણએ આત્મનિર્ભર ભારત ૩.૦ની જાહેરાત કરી છે, જેમાં ૧૨ જાહેરાતો કરવામાં આવી છે. જેમાં આત્મભારત ભારત રોજગાર યોજના લૉન્ચ કરી છે તેને ૧ ઓક્ટોબરથી લાગુ થશે જેની અવધિ બે વર્ષની હશે. આત્મનિર્ભર ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી છે જે થી રોજગારનું નિર્માણ થઈ શકે. નાણા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત જોવા મળી રહ્યા છે.
આત્મનિર્ભર ભારત ૩.૦ હેઠળ ૧૨ યોજનાઓની વિગતો રજૂ કર્યા બાદ નાણા મંત્રીએ જણાવ્યું કે, આત્મનિર્ભર ભારત ૩.૦ હેઠળ કુલ ૨.૬૫ લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ રકમ ભારતના જીડીપીના ૧૫ ટકા જેટલી છે.

યોજનાનો લક્ષ્ય છે કે વધુમાં વધુ કર્મચારી ઇપીએફઓ સાથે જોડાય
આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાઆ યોજનાનો લક્ષ્ય છે કે વધુમાં વધુ કર્મચારી ઇપીએફઓ સાથે જોડાય અને પીએફનો ફાયદો લે. આવા કર્મચારી જે પહેલા પીએફ માટે રજિસ્ટર્ડ નહોતા અને તેમની આવક ૧૫ હજારથી ઓછી છે તો તેમને આ યોજનાનો લાભ મળશે. જે લોકો ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી નોકરીમાં નહોતા, પરંતુ ત્યારબાદ પીએફથી જોડાયેલા છે તેમને પણ આનો લાભ મળશે. આ યોજના ૩૦ જૂન ૨૦૨૧ સુધી લાગુ રહેશે.

કર્મચારીઓને પીએફના પૂરા ૨૪ ટકા હિસ્સો સબ્સિડીના રૂપમાં આપશે
સરકાર બે વર્ષ સુધી ૧૦૦૦ની સંખ્યાવાળા કર્મચારીઓવાળી સંસ્થાઓને નવી ભરતીવાળા કર્મચારીઓને પીએફના પૂરા ૨૪ ટકા હિસ્સો સબ્સિડીના રૂપમાં આપશે. તે ૧ ઓક્ટોબર ૨૦૨૦થી લાગુ તશે. ૧૦૦૦થી વધુ કર્મચારીઓ વાળી સંસ્થામાં નવા કર્મચારીના ૧૨ ટકા પીએફ યોગદાન માટે સરકાર બે વર્ષ સુધી સબ્સિડી આપશે. તેમાં લગભગ ૯૫ ટકા સંસ્થાન આવી જશે અને કરોડો કર્મચારીઓને ફાયદો થશે.

૨૬ સેક્ટર્સ માટે ક્રેડિટ ગેરન્ટી સપોર્ટ
આજના રાહત પેકેજમાં સરકારે કોવિડ-૧૯ મહામારીની વચ્ચે સૌથી વધુ નુકસાનનો સામનો કરનારા ૨૬ સેક્ટર્સ માટે ક્રેડિટ ગેરન્ટી સપોર્ટ સ્કીમની જાહેરાત કરી છે.

ECLGS સ્કીમની અવધિ વધારાઈ
સરકારે ૩ લાખ કરોડ રૂપિયાની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ ની તારીખ વધારીને ૩૧ માર્ચ ૨૦૨૧ કરી દીધી છે. તેઓએ કહ્યું કે આત્મનિર્ભર ભારત હેઠળ ECLGS સ્કીમ હેઠળ ૬૧ લાખ લોકોને લાભ મળશે.

વડાપ્રધાનસ્ આવાસ યોજના (શહેરી) માટે ૧૮ હજાર કરોડ રૂપિયાની જાહેરાત
પીએમ શહેરી આવાસ યોજના માટે ૧૮ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી કુલ ૩૦ લાખ મકાનોને ફાયદો થશે. આ બજેટમાં જાહેર કરવામાં આવેલા ૮ કરોડ રૂપિયાથી વધારાના હશે. તેમાં ૭૮ લાખથી વધુ રોજગારીની તક ઊભી થશે.

નિર્માણ અને માળખાકિય સુવિધા સેક્ટરને રાહત
નિર્માણ અને માળખાકિય સુવિધા સેક્ટરની કંપનીઓને હવે કોન્ટ્રાક્ટ માટે પર્ફોમન્સ સિક્યુરિટીના રૂપમાં ૫થી ૧૦ ટકાને બદલે માત્ર ૩ ટકા રકમ રાખવી પડશે. આ રાહત આવતા વર્ષ એટલે કે ૨૦૨૧ની ૩૧ ડિસેમ્બર સુધી મળશે.

કોરોના વાયરસ સેક્ટરમાં રિસર્ચ માટે ૯૦૦ કરોડ રૂપિયા
કોરોના વાયરસ સેક્ટરમાં રિસર્ચ કરનારી કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે ૯૦૦ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ વેક્સીન બનાવવા નહીં પરંતુ જે કંપનીઓ રિસર્ચ કરી રહી છે તેમને આપવામાં આવશે. તેનો ફાયદો બાયો ટેક્નોલોજીની કંપનીઓને મળશે.

ફર્ટિલાઇઝર સબ્સિડીની જાહેરાત, ૬૫ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ
કૃષિ ક્ષેત્રને રાહત આપવા માટે નાણા મંત્રીએ ફર્ટિલાઇઝર સબ્સિડી ની જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે ફર્ટિલાઇઝર સબ્સિડી તરીકે તેઓ ૬૫ હજાર કરોડ રૂપિયા આપશે. તેનાથી ખેડૂતોને સસ્તા ભાવે ફર્ટિલાઇઝર ઉપલબ્ધ થઈ શકશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે ૧૦ હજાર કરોડ રૂપિયાની જાહેરાત
સરકારે પહેલા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૧૧૬ જિલ્લાઓના પ્રવાસી શ્રમિકોને તેમના રાજ્યમાં રોજગાર આપવાની જાહેરાત કરી હતી. સરકારે તેના માટે ૩૭,૫૪૩ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. આ સ્કીમ ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ સુધીની હતી. હવે સરકારે તેમાં ૧૦ હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

હાઉસિંગ સેક્ટર
હાઉસિંગના ક્ષેત્રમાં વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે ઘર બનાવનાર અને ઘરીદનાર બંનેને ફાયદો થશે. મોટાભાગે જોવા મળે છે કે સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યૂમાં અંતર આવે છે, ઇનકમ ટેક્સ એક્ટમાં ૧૦ ટકાની જ જોગવાઇ કરવામાં આવી છે. મોટાભાગના લોકો પહેલીવાર ઘરીદતાં ૧૦ ટકાની છૂટ હતી અને તેને વધારીને ૨૦ ટકા કરી દેવામાં આવી છે. એટલે કે જો કયાંય પ્રોપર્ટીનો ભાવ ઘટી ગયો છે પરંતુ સર્કલ રેટ વધુ છે તો ત્યાં તેનો ફાયદો થશે. પરંતુ આ ફક્ત ૨ કરોડ રૂપિયા સુધી કિંમતના ઘર માટે જ છે. આ સ્કીમ પન ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લાગૂ રહેશે.

Related posts

દેશમાં ૨૪ કલાકમાં નવા ૩૯૭૦ પોઝિટિવ કેસ : ૧૦૩ના મોત…

Charotar Sandesh

એક વખત કોવિડ પોઝિટિવ આવ્યા બાદ બીજી વખત સંક્રમણનું જોખમ ઓછું : સર્વે

Charotar Sandesh

વાયરસ હોય કે સરહદ પર પડકાર, ભારત દરેક સ્થિતિ સામે લડવા તૈયાર : વડાપ્રધાન મોદી

Charotar Sandesh