Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ : ચિખોદરા પશુદાણ ગોડાઉનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : ૪ શખ્સોની ધરપકડ…

આણંદ : આણંદ રૂરલ પોલીસ દ્વારા ચિખોદરા પશુદાણ ગોડાઉનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. ૨૦-૦૩-૨૦૨૦ ના રોજ ચિખોદરા ક્રિષ્ના પાર્ટી પ્લોેટની સામે આવેલ ઈન્ડીયન એગ્રો એન્ડ ફુડ્‌સ લીમીટેડ આણંદના ગોડાઉનમાંથી કોઈ ચોર ઈસમે ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલી ગોડાઉનમાં રાખેલ પશુદાણની કુલ ૧૦૦ બેગ જે એક બેગની કિંરૂ. ૧૬પ૦ લેખે કુલ ૧૬૫૦૦૦ ની મત્તાની બેગની ચોરી કરી લઈ ગયેલ. જે ગુનો વણ શોધાયેલ હોય જેથી તેને શોધી કાઢવા શ્રી અજીત રાજીયાણ પોલીસ અધિક્ષકશ્રી આણંદ નાઓએ સુચન કરેલ હોય. જે અન્વયે શ્રી બી.ડી.જાડેજા ના.પો.અધિક્ષકશ્રી આણંદ ડીવીઝન માર્ગદર્શન હેઠળ આણંદ રૂરલ પો.સ.ઈ.શ્રી આઈ.એન.ઘાસુરા તથા એએસઆઈ ભરતભાઈ તથા અ.હેડ.કો. કિરણભાઈ તથા પો.કો. મનોજભાઈ તથા બીજા સ્ટાફના માણસો દ્વારા તથા સીસીટીવી ફુટેજ આધારે તેમજ હ્યુમન રીસોર્સીઝ તથા ટેક્‌નીકલ સોર્સીઝ આધારે તપાસ કરી ઉપરોક્ત ગુનાના કામે (૧) દિનેશભાઈ જયંતીભાઈ ડાભી, રહે. હાડગુડ નાઓને લાવી પુછપરછ કરતા ઉપરોક્ત ગુનો પોતે પોતાના સાગરીત (ર) સોહીલ સિકંદર રાણા તથા (૩) ઈરફાન સિકંદર રાણા, બંને રહે. નાપા-વાંટા નાઓ સાથે મળી કરેલ હોવાનું જણાવેલ. જેમાં દિનેશભાઈ અગાઉ આ કંપનીમાં નોકરી કરતા હોય તે વખતે જ ગોડાઉનના તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી રાખેલ હોય અને નોકરીમાંથી કાઢી મુકતા તેની રીસ રાખી ઉપરોક્ત સાથીદારો સાથે મળી ડુપ્લીકેેટ ચાવીથી બેગોની ચોરી કરેલાની કબુલાત કરેલ અને ચોરેલો માલ નાપા-વાંટાના જ રહેવાસી (૪) મોઈન સુલતાનસિંગ રાણા નાઓની રૂ. ૯૦૦૦૦ માં વેચેલ હોવાનું જણાવેલ. આ કામે ઉપરોક્ત તમામ આરોપીઓની ધરપકડ કરી તમામ રૂ. ૯૦૦૦૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  • Jignesh Patel, Anand

Related posts

કોરોના યથાવત : આણંદ શહેરમાં પ કેસો સહિત જિલ્લામાં કુલ ૧૬ પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાને લઈ પ્રથમ મોત : ઉમરેઠના પોઝિટિવ દર્દીનું થયું દુઃખદ નિધન…

Charotar Sandesh

Wishing you a birthday filled with love passion and success you deserve

Charotar Sandesh