Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ સાંસદ દ્વારા દત્તક લીધેલ અંબાવ ગામમાં અંદાજિત ૪૬ લાખના વિકાસ કામોનું લોકાર્પણ…

આણંદ : લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા દત્તક લીધેલ ગામ અંબાવ ખાતે અંદાજિત ૪૬ લાખ જેટલી રકમ ના વિકાસ કામો નું જેમાં પાણી ની ટાંકી, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા ઈન્દિરા નગરી માં તમામ ગલીઓમાં આર.સી.સી રોડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે FICCI ના ચેરપર્સન શ્રીમતી તરૂણાબેન તથા શ્રીમતી નીપાબેન ઉપસ્થિત રહ્યા હતા અને તેમના થકી અંબાવ ગામની મહિલાઓ ને સ્વતંત્ર રીતે રોજગાર મેળવી શકે અને ગુજરાન ચલાવી શકે તેવી  તાલીમ આપવા બાબતે ચર્ચા કરી ને મહિલા સશક્તિકરણ માટે પ્રયાસ કરવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં શ્રીમતી હંસાકુવરબા રાજ, ગામ ના સરપંચ શ્રી તથા અન્ય સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મોદી સરકાર ૨.૦ ના સફળતાપૂર્વક એક વર્ષ ની સિદ્ધિઓ તથા ઐતિહાસિક નિર્ણયો ને જન – જન સુધી પહોંચાડવા માટે મોદીજી દ્વારા લખાયેલી પત્રિકા નું વિતરણ ઘર – ઘર સંપર્ક અભિયાન થકી કરવામાં આવ્યું.

  • Jignesh Patel, Anand

Related posts

આપણું ‘‘માસ્ક’’ એ જ આપણું વેક્સીન છે : જિલ્‍લા કલેકટર આર.જી.ગોહિલની જિલ્‍લાના નાગરિકોને અપીલ…

Charotar Sandesh

સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સતાધાર દ્વારા અયોધ્યામાં અન્નક્ષેત્ર (શબરી ભંડારા)નો આરંભ

Charotar Sandesh

સરકાર PUC સર્ટીફીકેટનો આગ્રહ રાખે છે, પરંતુ રાજયમાં ગણ્યા ગાંઠયા જ PUC સેન્ટરો છે તેનું શું..?

Charotar Sandesh