Charotar Sandesh
આર્ટિકલ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ ટ્રેન્ડીંગ

આત્મહત્યા કરતાં આત્મચિંતન કરવામાં આવે, તો કદાચ કોઈ હલ મળી જાય…

  • વરસતો વરસાદ આપણને એજ શીખવે છે જીવનની અમૂલ્ય ક્ષણને માત્ર માણી શકાય છે પકડી નહિ…
આત્મહત્યા કરતાં આત્મચિંતન કરવામાં આવે તો કદાચ કોઈ હલ મળી જાય…
એક હિન્દી પંક્તિ યાદ આવે છે…
“बात करो रूठे यारों से, सन्नाटे से डर जाते हैं,
इश्क़ अकेला जी सकता है, दोस्त अकेले मर जाते हैं…!”
સુશાંતસિંઘ રાજપૂત જેવા સુપરસ્ટાર કલાકાર કે જેની છેલ્લી ફિલ્મ ‘મહેદ્રસિંગ ધોની: અન ટોલ્ડ સ્ટોરી’ એ ૨૦૦ કરોડથી વધુની આવક કરી, અને એ ફિલ્મનો મુખ્ય કલાકાર માત્ર 34 વર્ષની વયે આત્મહત્યા એ વાત માન્યમાં આવે તેમ નથી. ‘છીછોરે’ ફિલ્મમાં પોતાના જ સંતાનને હકારાત્મક વિચારોનો પાઠ ભણાવતો વ્યક્તિ આપણી વચ્ચે ‘છે’ થી ‘હતો’ થઈ ગયો. કોઈ મજબૂરી અથવા કારણ અથવા કોઈ ઉદ્દેગ ચોક્કસ હશે પરંતુ આત્મહત્યા એ કોઈ સમસ્યાનું સમાધાન તો નથી ને? જયારે કોઈ વ્યકિત ઉદ્વેગ અનુભવે છે, ત્યારે વ્યકતિ પોતાને કે બીજાને નુકશાન પહોંચાડે છે.
આજે ઝડફથી પહોંચી જવાની હરીફાઈમાં કેટલાય વ્યક્તિ સૌથી છેલ્લે રહી જાય છે. આપણે ઘણીવાર પેલું બોર્ડ વાંચ્યું છે ને “ઝડપની મજા, મોતની સજા” આર્થિક, સામાજિક, કામમાં પ્રેશર, સ્ત્રી પુરુષના સબંધો આ તમામ બાબતો આત્મહત્યા માટે કારણભૂત છે.  પરિક્ષા આપતા દરેક યુવાનને સમજવાની જરૂર છે કોઈ એક પરિણામ કે પરીક્ષા તમારું ભવિષ્ય ખરાબ નથી કરી શકતું. ખાસ કરીને વધુ પડતાં મહત્વકાંક્ષી પરેન્ટ્સ કે જેઓ પોતાના દીકરા કે દીકરીને ડોકટર, એન્જિનિયર, પાઇલોટ કે પોતાની ઈચ્છા પ્રમાણે બનાવવા માત્ર ફોર્સ કરે છે તેમને પણ હવે પોતાના ઈચ્છાઓ પર લગામ લગાવવી જરૂરી છે. ભારતમાં દર વર્ષે યુવાનોની ખેડુતોના આત્મહત્યાના કિસ્સા વધતા જાય છે જેમાં અભાવ છે માત્ર સમજણનો. કોરોના જેવી મહામારી ના કારણે મંદીના કારણે અનેક કર્મચારીઓ, વેપારીઓ, ખેડૂતોની સ્થિતિ કફોડી બનતી જાય છે. લાખો યુવાનો બેરોજગારીનો સમાનો કરી રહ્યા છે. મોટા મોટા ધંધાઓ પડી ભાગવાથી નોકરીએ આવતા કર્મચારીઓ છૂટા કરવા પડ્યા છે. કલાકારો થી લઈને પીએચડી થયેલા લોકો પોતાના ક્ષેત્રમાં કુશળતા ધરાવતા હજારો લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે પહેલેથી બેરોજગાર બનેલા યુવાનો ના ભવિષ્ય શું હશે એ ચર્ચાનો વિષય છે. આવા સમયે કોઇપણ વ્યક્તિમાં હતાશા, નિરાશા ,આઘાત, ઉદેગ જન્મે સ્વાભાવિક છે. પરંતુ મૃત્યુ એ અંતિમ ઉપાય નથી. જરૂરિયાતની તૃપ્તિ ઈચ્છા અને તમાં પેદા થતાં અવરોધો વ્યક્તિમાં ચિંતા ને હતાશા જન્માવે છે. તેના પરિણામે વ્યક્તિ માનસિક તંગદિલી અનુભવે છે, તે પોતાના જર સાથે સતત લડ્યા કરે છે. સવાલો પૂછ્યા કરે છે, અકળાય છે, ક્રોદ્ધ કરે છે. જરૂરિયાત તૃપ્તિ અવરોધ થાય છે ત્યારે સ્ટ્રેસ અનુભવે છે. જ્યારે સ્ટ્રેસ અનુભવે છે ત્યારે વ્યક્તિને સમાયોજન પ્રશ્નો ઉદ્વભવે છે.
જ્યારે વ્યક્તિના જીવનમાં વિષાદ ઘેરી વળે છે ત્યારે વ્યક્તિમાં આંતરવ્યકતિક સંબંધોની દૃષ્ટિએ આંતરક્રિયા ની દ્રષ્ટીએ વ્યક્તિ આંતરમુખી બની જાય છે અને ક્રમશ:એવી એકલતા અને નિરાધાર પણું અનુભવે છે. ઘણીવાર વ્યક્તિને એવું લાગે છે કે જીવન સાવ વ્યર્થ છે ત્યારે વ્યક્તિ આત્મહત્યા કરવાનું કાગાર પર આવીને ઊભો રહે છે.
 પરંતુ આત્મહત્યા એ કોઈ સમાધાન નથી કે કોઈ સમસ્યાનો ઉકેલ પણ નથી. આવા સમયે દરેક વ્યક્તિને બીજાના ખભા પર બેસીને હસી શકે, રડી શકે એવા વ્યક્તિને પોતાની જે કોઈ પણ સમસ્યા હોય કહેવી જોઈએ. કદાચ કોઈ રસ્તો મળી જાય?
જીવનના દરેક પડાવ પર વ્યક્તિએ ઉગવું પડે છે આથમવું પડે છે, ઉડવું પડે છે, પડવું પડે છે, ડૂબવું પડે છે, તરવું પડે છે, ઊંડા ઉતરવું પડે છે, ઉભરાવું પડે છે, ઉછળવું પડે છે, હસવું પડે છે, રડવું પડે છે, દોડવું પડે છે, ચાલવું પડે અને વારંવાર પડીને ઉભા થવું એ જ મનુષ્યની ફિતરત છે. કોઈ પણ પ્રશ્ન હોય આપણી વ્યક્તિ સાથે વ્યકત થવું જોઈએ. આપણી મૂર્ખામી, બદમાશી, ભૂલો, ખાલીપો, બીજા આપણા વ્યક્તિ સમક્ષ ખુલ્લી મૂકીએ છીએ ત્યારે તમામ સમસ્યાનું સમાધાન મળી જાય છે. વ્યક્તિ જ્યારે તમામ પરિક્ષામાં પાસ થઈ જાય છે ત્યારે વ્યક્તિ પોતાના તમામ નકારાત્મક વિચારો થી મુક્ત થઈ જાય છે.
  • કોઇપણ તબક્કે આત્મહત્યા જેવો નકારાત્મક વિચાર આવે છે ત્યારે પોતાના સાથી સાથે પરામર્શ કરો, જરૂર પડે મનોચિકિત્સક ની સલાહ લો, યોગ કરો, પ્રવાસ કરો, સ્થળ બદલી, જીદ કરો, દુનિયા બદલો પરંતુ નકારાત્મક વિચારોને પોતાના પર હાવિ ન થવા દો…
દુર્ગમ વનો, ઉપવનો,
નદિ, પર્વતો ને જીતીને
જ્યારે તું અંતિમ ઊંચાઈ પણ જીતી લઈશ
ત્યારે તને લાગશે કે
હવે કોઈ અંતર નથી
તારામાં ને પર્વતોની કઠોરતામાં
જેને તું જીત્યો છું, પામ્યો છું
ત્યારે તું ડરીશ નહિ
ફક્ત તું મહેસૂસ કરીશ
કોઈ જ ફર્ક નથી હવે
બધું મેળવવી લેવામાં અને
છેલ્લા સુધી લડી લેવામાં…
  • લેખક :- પિન્કેશ પટેલ – “કર્મશીલ ગુજરાત” નવામુવાડા, લુણાવાડા, મહીસાગર
  • સંકલન :- જીગ્નેશ પટેલ, આણંદ

Related posts

મિત્રતા એટલે પ્રેમ-લાગણી-મસ્તી-મદદ અને હૂંફનું હરતું ફરતું જીવંત સ્મારક…

Charotar Sandesh

पितृ पक्ष विशेष : श्राद्ध से जुड़ी कई ऐसी बातें हैं जो बहुत कम लोग जानते हैं !

Charotar Sandesh

ૐ હિંદુ ધર્મનો સૌથી પવિત્ર શબ્દ છે : ઉચ્ચારણ કરવાથી શરીરને થાય છે આ ફાયદા

Charotar Sandesh