Charotar Sandesh
વર્લ્ડ

એચ-૧બી વિઝામાં ટ્રમ્પના ફેરફારોને અમેરિકી જજે ફગાવી દીધા…

ભારતીય કુશળ કારીગર અમેરિકામાં પહેલાંની જેમ જ કામ કરી શકશે…

USA : અમેરિકાની ચૂંટણીમાં કારમો પરાજય પામેલા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને એક પછી એક કમ્મરતોડ ફટકા પડવા લાગ્યા છે. ટ્રમ્પ પ્રસાશન દ્વારા લાગુ કરવામાં આવેલા કાયદાને અમેરિકાની કોર્ટ એક એક કરીને ફગાવવા લાગી છે.
તાજેતરમાં અમેરિકી કોર્ટે ઓક્ટોબરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B Visa કાર્યક્રમમાં કરાયેલા ફેરફારને અમેરિકાની કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ ભારતીય કુશળ કારીગર એટલે કે પ્રોફેશનલ્સ હવે અમેરિકામાં પહેલાની જેમ જ કામ કરી શકશે.

કોરોના વયારસની મહામારી આવતા જ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં અમરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B Visa કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય પાછળ ટ્રમ્પ પ્રશાસનનું માનવું હતું કે, કોરોનાના કારણે અનેક અમેરિકનોની નોકરી ગઈ તો બહારથી આવનારા લોકોને રોકીને સ્થાનિક લોકોને નોકરીઓ આપી શકાય. આ હેતુથી વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરતી કંપનીઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતાં. નવા નિયમો એ હદે કડક હતા કે, લગભગ એક તૃતિયાંશ અરજીધારકોને H-1B Visa મળી શકે તેમ નહતા. પરંતુ અમેરિકામાં સત્તા પરિવર્તન થતાની સાથે જ ટ્રમ્પનો આ આદેશ પણ બદલાયો છે.

કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફરી વ્હાઈટે H-1B Visa પર ટ્રમ્પના આદેશને રદ કરતા કહ્યું હતું કે, સરકારે આ નિર્ણય લેતા સંપૂર્ણ રીતે પારદર્શક પ્રક્રિયાનું પાલન કર્યું નથી. સરકાર દ્વારા કોરોના મહામારીના લીધે લોકોની ગયેલી નોકરીઓના કારણે નિર્ણય લેવાયો તે દલીલ સંપૂર્ણ રીતે ખોટી છે. જસ્ટિસ જેફરીએ પોતાના ચુકાદામાં એમ પણ ટાંક્યુ હતું કે, કોરોના એવી મહામારી છે જે કોઈના વશમાં નથી, પરંતુ આ મામલે વધુ સચેત થઈને કાર્યવાહી થઈ શકે તેમ હતી.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાની સરકાર દર વર્ષે બહારથી આવનારા તમામ ક્ષત્રોમાં કામ કરતા પ્રોફેશનલ્સ માટે ૮૫ હજાર H-1B Visa બહાર પાડે છે. જેમાં આઈટી પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધુ છે. અમેરિકામાં હાલ લગભગ ૬ લાખ H-1B Visa હોલ્ડર કામ કરી રહ્યા છે. જેમાંથી મટાભાગના ભારતના છે અને બીજા નંબરે ચીનના વર્કર છે. પરંતુ ટ્રમ્પ પ્રસાશનના નિર્ણયે લાખો ભારતીયોને ચિંતામાં મુકી દીધા હતાં.

  • Yash Patel

Related posts

અમેરિકામાં દર કલાકે ૧૨૦૦૦ વિમાનો આકાશમાં ઉડાન ભરે છે..!!

Charotar Sandesh

ચીનમાં કોરોના વાયરસના ૪૨૬નાં મોત, ૩૨૩૫ નવા કેસ નોંધાયા…

Charotar Sandesh

મોસ્કો એરપોર્ટ પર વિમાનમાં લાગી ભીષણ આગ, 2 બાળકો સહિત 41 યાત્રીઓ બળીને ભડથું

Charotar Sandesh